Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફૂટબોલમાં યલો કાર્ડ અને રેડ કાર્ડ વિશે બધા જાણે છે. પરંતુ, પોર્ટુગલની વિમેન્સ લીગમાં રેફરીએ ખિસ્સામાંથી વ્હાઈટ કાર્ડ કાઢ્યું હતું. આ સફેદ કાર્ડ પોર્ટુગીઝ ક્લબ બેનફિકા અને સ્પોર્ટિંગ લિસ્બન વચ્ચે મહિલા કપની ક્વાર્ટર ફાઈનલ મેચ દરમિયાન બતાવવામાં આવ્યું હતું. હાફ ટાઈમ પહેલા બેનફિકા 3-0થી આગળ હતી, તે સમયે રેફરીએ વ્હાઈટ કાર્ડ બતાવવાનું નક્કી કર્યું. કાર્ડ બહાર આવતાની સાથે જ સ્ટેડિયમના લોકોએ રેફરી માટે ચીયર કર્યુ હતું.

પોર્ટુગલની નેશનલ પ્લાન ફોર એથિક્સ ઇન સ્પોર્ટ (PNED)એ એક નવી પહેલ કરી છે, જે મુજબ વ્હાઈટ કાર્ડ ફેયર પ્લે માટે બતાવવામાં આવશે. પોર્ટુગલ ફૂટબોલ ફેડરેશને આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. જ્યારે પણ બે ટીમો રમતની ભાવનાથી એકબીજા સાથે રમે છે, ત્યારે રેફરી વ્હાઈટ કાર્ડ બતાવશે.

મેચ દરમિયાન વ્હાઈટ કાર્ડની કેમ જરૂર પડી?
બેનફિકા અને સ્પોર્ટિંગ લિસ્બન વચ્ચેની મેચ દરમિયાન, પ્રેક્ષકોમાં એક ચાહક બીમાર પડ્યો અને બેહોશ થઈ ગયો. પરિસ્થિતિને સંભાળવા માટે બંને તરફથી ટીમની મેડિકલ ટીમ સ્ટેન્ડ પર પહોંચી હતી અને મિનિટોમાં ચાહકને તબીબી સારવાર આપવામાં આવી હતી. તબીબોની પ્રશંસામાં રેફરી સફેદ કાર્ડ બતાવે છે, ત્યારબાદ બેનફિકાએ પોર્ટુગલમાં મહિલા ફૂટબોલ રમત માટે રેકોર્ડ ભીડ સામે મેચ 5-0થી જીતી લીધી.

રેડ કાર્ડ અને યલો કાર્ડ કેમ મળે છે?
1970 ફિફા વર્લ્ડ કપની રજૂઆત પછી, યલો કાર્ડ અને રેડ કાર્ડ વિશ્વભરમાં ફૂટબોલનો એક ભાગ બની ગયા. જ્યારે કોઈ ખેલાડી ફાઉલ કરે છે, ત્યારે તે ફાઉલની ગંભીરતાના આધારે યલો અને રેડ કાર્ડ બતાવવામાં આવે છે. યલો કાર્ડ એટલે ચેતવણી હોય છે. જ્યારે રેડ કાર્ડ મળે છે, ત્યારે ખેલાડી મેચની બહાર થઈ જાય છે અને ટુર્નામેન્ટની આગામી મેચ માટે સસ્પેન્ડ થઈ જાય છે. રેડ કાર્ડનો ઉપયોગ રેફરી એકવાર પણ ઉપયોગ કરી શકે છે. જ્યારે જો કોઈ ખેલાડીને બે યલો કાર્ડ મળે છે, તો તે એક રેડ કાર્ડ બરાબર થાય છે. બેનફિકા અને લિસ્બન મેચમાં સફેદ કાર્ડ જોઈને ઘણા દર્શકો મૂંઝવણમાં મૂકાઈ ગયા હતા