Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ગુજરાતમાં સાંઘી ઇન્ડસ્ટ્રીઝ મોટી આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યું હોવાની વિગતો મળી હતી, જેને લીધે તે પોતાના આઈએમઆર, વીસા, બાલાજી માલ્ટઝ, ટ્રાફિગુરા, ડીબી ટ્રેડલિંક જેવા ચાવીરૂપ સપ્લાયરો સમક્ષ પેમેન્ટમાં નાદારી નોંધાવી દીધી છે. આ સપ્લાયરોને કંપનીએ આશરે 150 કરોડ ચૂકવવાના થાય છે. હાલ આ પેઢીઓએ સાંઘી સાથેના આર્થિક વ્યવહારો બંધ કરી દીધો હતો. એમ પણ જાણવા મળી રહ્યું છે કે, સાંઘીએ ભૂતકાળમાં અમુક ઇક્વિપમેન્ટ સપ્લાયરોની બેંક ગેરંટી પણ ખોટી રીતે વટાવી ખાધી હતી. આથી તેઓ એલ એન્ડ ટી જેવી મહાકાય બહુરાષ્ટ્રીય કંપનીઓ સાથે કાનૂની વિવાદમાં ફસાઈ ગયા છે.


બેંક ગેરેન્ટી પણ ખોટી રીતે વટાવી
સાંઘી સિમેન્ટે 150 કરોડની નાદારી નોંધાવી ઉપરાંત બેંક ગેરેન્ટી પણ ખોટી રીતે વટાવી હતી. આ કેસમાં સાંઘી ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર રવિ સાંઘી અને ડાયરેક્ટર આદિત્ય સાંઘી વિરુદ્ધ કોલકાતા પોલીસે ધરપકડ કરવા અમદાવાદ તેમના નિવાસ સ્થાને પહોંચી હતી. જોકે, તેઓ મળી આવ્યા ન હતા. સાંઘીના પ્રમોટરો સામે ગત વર્ષે અલીપોર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર દાખલ થઈ હતી. બંનેને છેલ્લા 10 મહિનામાં અનેક વખત સમન્સ પાઠવવામાં આવ્યા હોવા છતાં તેઓ પોલીસ સમક્ષ હાજર થતા નથી. જેને પગલે પોલીસે ધરપકડ વોરંટ કાઢ્યું હતું.