એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની પશ્ચિમ ક્ષેત્ર કચેરી દ્વારા ફાયરબ્રિગેડના 30 અધિકારી, કર્મચારીઓની બદલી કરી છે. જેમાં લાંબા સમયથી અહીં એક જગ્યાએ નોકરી કરતા અને એરપોર્ટ ડાયરેક્ટરની સેવામાં વ્યસ્ત રહેવાને કારણે વિવાદોથી ચર્ચામાં આવેલા સંજય ભૂવાની તાત્કાલિક અસરથી રાજકોટથી દીવ એરપોર્ટ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટના સિનિયર આસિસ્ટન્ટ રવિ ગોયલને કંડલા બદલી કરાઇ છે. જ્યારે કંડલાના સિનિયર સુપ્રિટેન્ડન્ટ મયુરભાઇ રાવલને, દીવના સિનિયર સુપ્રિટેન્ડન્ટ જે.પી.દવેને, જૂહુના સિનિયર સુપ્રિટેન્ડન્ટ પ્રતિશ વી.મુંડે અને દીવના સિનિયર સુપ્રિટેન્ડન્ટ એમ.એમ.જેઠવાને રાજકોટ એરપોર્ટ પર બદલી કરવામાં આવી હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.