Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

એપ્રિલ મહિનામાં દેશમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. જે જીએસટી લાગુ થયા પછીનું અત્યાર સુધીનું સૌથી વધુ કલેક્શન છે. એપ્રિલ 2023ના જીએસટી કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12%નો વધારો થયો છે. એપ્રિલ-22માં સરકારને જીએસટી પેટે કુલ 1.68 લાખ કરોડ રૂપિયાની આવક થઈ હતી. ગત મહિને થયેલા જીએસટી કલેક્શનમાં ઇન્ટરસ્ટેટ જીએસટી દ્વારા 89,158 કરોડ રૂપિયા મળ્યા હતા. જેમાં 34,972 કરોડ રૂપિયા માત્ર આયાત કરવામાં આવેલી વસ્તુઓમાંથી મળ્યા હતા. રાજ્ય જીએસટીનો હિસ્સો 47,412 કરોડ હતો. જ્યારે સેન્ટ્રલ જીએસટીનું કલેક્શન 38,440 કરોડ રૂપિયા થયું. ઉપકર થકી સરકારના ખાતામાં 12,025 કરોડ રૂપિયા આવ્યા.

1 મોટાભાગની આવક માર્ચ 2023ની છે.નાણાવર્ષના અંત પહેલા, કંપનીઓ વાર્ષિક વેચાણ લક્ષ્ય હાંસલ કરવા માટે ડીલરને લક્ષ્યનો બાકીનો સ્ટોક ઉપાડવાનું કહે છે. પછી ભલે માલ વેચાય. પરંતુ કંપનીઓ ડીલરના નામે બિલિંગ કરે છે. સરકારને GST મળે છે.
2 ફુગાવાનો દર ઘટ્યો પણ છેલ્લા વર્ષ દરમિયાન તેમાં સતત વધારો થતો રહ્યો. હવે તેની ગતિ ધીમી છે. પરંતુ આધાર ઘણો ઊંચો છે. એટલા માટે સરકારને વધેલી કિંમતો પર વધુ ટેક્સ મળ્યો છે.
3 આ વર્ષે દેશની આયાત અને નિકાસ બંનેમાં વધારો થયો છે. તેનાથી જીએસટી કલેક્શનમાં વધારો થયો છે. આયાતને કારણે IGST વધે છે. આ વર્ષે પણ એવું જ જોવા મળ્યું હતું. આયાતમાં સેસનો હિસ્સો 75% છે અને આયાતી માલના 40% માટે IGSTનો હિસ્સો છે.