Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરમાં વધુ ત્રણ વ્યાજખોર સામે કારચાલક, રિક્ષાચાલક અને ઇલેક્ટ્રિશિયને પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. મહિકાના પાટિયા પાસે રાધિકા રેસિડેન્સીમાં રહી ફોર વ્હિલનું ડ્રાઇવિંગ કામ કરતા હિતેષ ચંદ્રકાંતભાઇ ખત્રી નામના યુવાનને પોતાની કાર ખરીદવા જયદીપ મનસુખ ટાંક પાસેથી ત્રણ તબક્કે 5 ટકાના વ્યાજે રૂ.1.60 લાખ લીધા હતા. સમયસર વ્યાજખોરને રકમ ચૂકવ્યા બાદ તેને વધુ એક લાખ ચૂકવવાની વાત કરતા હવે મારે રૂ.5 હજાર વ્યાજ દેવાનું થાય છે તેવું કહેતા તે ઉશ્કેરાય ગયો હતો. ત્યાર બાદ પોતાની જાણ બહાર વ્યાજખોર જયદીપ ટાંકે પાંચ ટકાને બદલે સીધા આઠ ટકાનું વ્યાજ લગાડી પઠાણી ઉઘરાણી કરી ધમકીઓ દેતા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

બીજા બનાવમાં દૂધસાગર રોડ, ગુજરાત હાઉસિંગ બોર્ડ ક્વાર્ટરમાં રહેતા રિક્ષાચાલક ફારૂક ઇકબાલભાઇ પરમાર નામના યુવાને ગંજીવાડાના આરિફ ગફાર પઠાણ સામે ફરિયાદ નોંધાવી છે. બહેનની સગાઇ માટે નાણાંની જરૂરિયાત હોય વ્યાજખોર આરિફ પાસેથી 5 ટકાના વ્યાજે રૂ.5 હજાર લીધા હતા. તેને સમયસર રોજનું વ્યાજ ચૂકવી તમામ રકમ ચૂકવી દીધા બાદ આરિફે વધુ રૂ.1500ની પઠાણી ઉઘરાણી શરૂ કરી ધમકી દેતા ફરિયાદ કરી છે. ત્રીજા બનાવમાં આનંદનગર કોલોની, કાળા પથ્થર ક્વાર્ટરમાં રહેતા ઇલેક્ટ્રિશિયન મહમદઅફઝલ કાસમભાઇ રાઉમા નામના યુવાને જંગલેશ્વરમાં મહોબત ખપે નામની ટ્રસ્ટની ઓફિસ ધરાવતા શાબીર આમદ ભાણુ સામે નોંધાવેલી ફરિયાદમાં, તેને ધંધાના કામ માટે શાબીર પાસેથી 4 ટકે રૂ.10 હજાર લીધા હતા. તેને રોજનું વ્યાજ ચૂકવી કુલ રૂ.12,400ની રકમ ચૂકવી દીધી છે. છતાં વધુ 10 હજારની માગ કરી ધમકી દીધી હતી.

5 ટકાના વ્યાજ સાથે રૂ.17.50 લાખ દીધા બાદ પઠાણી ઉઘરાણી કરી હેમંત હરિભાઇ ટુડિયા નામના યુવાનના બનેવીના મકાનની ફાઇલ અને પિતાના નામની ખેતીની જમીનની બુક બળજબરીથી પડાવી લેનાર વ્યાજખોર પિન્ટુ કવા રાઠોડ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદને પગલે નાસી ગયેલા વ્યાજખોર પિન્ટુ રાઠોડે પોલીસ ધરપકડથી બચવા સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે કોર્ટે નામંજૂર કરી છે.