દરેક સુપરમાર્કેટની શેલ્ફમાં એવી અનેકગણી વસ્તુઓ હોય છે જેમની એક્સપાયરી ડેટ નજીક હોય છે. એટલે કે તે ખરાબ થવાને આરે હોય છે. પરંતુ આવી વસ્તુઓને મેન્યુઅલ રીતે સોર્ટ કરવી કંટાળાજનક હોય છે તેમજ તેમાં સમયનો પણ વધુ વ્યય થાય છે. સ્ટોરના કર્મચારીઓ અનેક કલાકો સુધી એ વસ્તુઓના શેલ્ફની છાજલીઓ ચકાસે છે, જે જલદી ખરાબ થવાની હોય છે. પછી એ પ્રોડક્ટને વધુ ડિસ્કાઉન્ટ પર વેચવાની નોબત આવે છે. આઠ વર્ષ જૂની ડેનમાર્કની એક કંપનીએ સુપરમાર્કેટ્સની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે બીડું ઝડપ્યું છે. ટૂ-ગુડ-ટૂ-ગો (ટીજીટીજી) નામની આ કંપની ફૂડ વેસ્ટથી જોડાયેલી સમસ્યાઓનો ઉકેલ લાવવામાં મદદ કરે છે. ટીજીટીજીની પાસે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સંચાલિત એક સમાધાન છે, જે સુપરમાર્કેટ્સને એક્સપાયરી ડેટ વાળી પ્રોડક્ટ્સ શોધવામાં મદદ કરે છે.
તેનાથી મોટી માત્રામાં રિટેલ ફૂડ વેસ્ટને રોકવામાં મદદ મળી શકે છે. ટીજીટીજીની એપ અમેરિકા, કેનેડા અને યુરોપના 15 અન્ય દેશોમાં અંદાજે 8.5 કરોડ યૂઝર્સ ઉપયોગ કરે છે. ટીજીટીજી આ યૂઝર્સને રેસ્ટોરન્ટ, બેકરી અને ગ્રૉસરી સ્ટોર્સથી કનેક્ટ કરે છે, જ્યાં વેચાણ ન થયું હોય તેવી ફૂડ પ્રોડક્ટ્સ તેમને ખૂબજ ઓછી કિંમતમાં મળી રહે છે.
ટીજીટીજીના સીઇઓ મેટે લાઇકે કહે છે કે “ગ્રોસરી સ્ટોર્સમાં દરેક દિવસે, કર્મચારીઓ ફરે છે અને તમામ અલગ અલગ પ્રોડક્ટ્સને મેન્યુઅલી ચેક કરે છે કે કોઇ પ્રોડક્ટ જલ્દી એક્સપાયર થવાનું તો નથી ને. તે ખૂબ જ વધુ સમય માંગી લેતી પ્રક્રિયા છે. તેમાં ભૂલ થવાનો અવકાશ વધુ હોય છે. મોટા ભાગે પ્રોડક્ટ પર તેની મેન્યુફેક્ચરિંગ તેમજ એક્સપાયટી ડેટ નાના અક્ષરોમાં લખેલી હોય છે અને અનેકવાર આવી પ્રોડક્ટ પર ખૂબ જ મોડેકથી નજર જાય છે.