યુએસ સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વની વાર્ષિક મીટિંગ એટલે કે જેક્સન હોલ મીટિંગ બાદ વિશ્વભરના શેરબજારમાં વોલેટિલિટી વધી છે. પરંતુ કેઆર ચોક્સી હોલ્ડિંગ્સના પ્રમોટર દેવેન આર. ચોક્સીનું માનવું છે કે ભારતીય બજાર મજબૂત સ્થિતિમાં છે કારણ કે ક્રૂડ ઓઈલના ભાવ નીચે આવવા લાગ્યા છે. જોકે તેમણે સરકારી કંપનીઓના શેરમાં રોકાણ ટાળવાની સલાહ આપી હોવાનું મુકુલ શાસ્ત્રીની તેમની સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.
જેક્સન હોલની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી યુએસમાં વ્યાજદરમાં વધુ વધારો થવાની ભીતિ વધુ ઘેરી બની છે. જ્યારે વ્યાજદર વધે છે ત્યારે વેચાણનું દબાણ રહેશે. જેના કારણે વિશ્વ બજારો તૂટ્યા હતા. પરંતુ જેક્સન હોલની બેઠક બાદથી ક્રૂડના ભાવ નીચે આવ્યા છે. ભારત માટે આ ખૂબ જ સારો સંકેત છે. તેનાથી મોંઘવારી ઓછી થાય છે. ઝડપી આર્થિક વિકાસ દર સાથે જો મોંઘવારી ઓછી થાય તો સોનામાં સુગંધ ભળે તેવી જેવી સ્થિતિ સર્જાય છે. આ કારણે વિશ્વભરના રોકાણકારો ભારતમાં મોટી સંભાવનાઓ જોઈ રહ્યા છે. કોર્પોરેટ સેક્ટરમાં 25%ના દરે વૃદ્ધિ થવાની ધારણા છે. તેના કારણે સ્થાનિક શેરબજારમાં તેજી જોવા મળી હતી.