Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાન ખરાબ અર્થવ્યવસ્થા વધુ ખરાબ બની રહી છે. બગડતી રાજકીય સ્થિતિએ આગમાં બળતણ ઉમેર્યું છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હંગામો મચી ગયો હતો અને ત્યાં સ્થિતિ નિયંત્રણ બહાર છે. લોકો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. બીજી તરફ પાકિસ્તાની રૂપિયો પણ ઝડપી ગગડી રહ્યો છે. પાકિસ્તાની રૂપિયામાં સતત વેચવાલી જોવા મળી રહી છે.


પાકિસ્તાની રૂપિયો યુએસ ડોલર સામે 283.84 પર પહોંચી ગયો છે. એટલે કે એક ડોલર 283.84 પાકિસ્તાની રૂપિયામાં આવી રહ્યો છે. જ્યારે GBP થી PKR અને EUR થી PKR અનુક્રમે 358 અને 312 પર પહોંચી ગયા છે. તે જ સમયે, ભારતીય રૂપિયાની સરખામણીમાં પાકિસ્તાની રૂપિયો 3.45 પર હતો. મતલબ કે એક ભારતીય રૂપિયો 3.45 પાકિસ્તાની રૂપિયા બરાબર છે. પાકિસ્તાની રૂપિયો છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે દબાણ હેઠળ છે. તેનું કારણ પાકિસ્તાનની ખરાબ અર્થવ્યવસ્થા છે. પાકિસ્તાની અર્થવ્યવસ્થા ડિફોલ્ટ તરફ આગળ વધી રહી છે.