Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નાણાકીય વર્ષ 2023-24ના પહેલા ક્વાર્ટર (એપ્રિલ-જૂન)માં દેશનો આર્થિક વૃદ્ધિદર 7.8% રહ્યો હતો. જો કે MPCએ તેના 8% અને રેટિંગ એજન્સી ઇક્રાએ 8.5% રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. દુનિયાની મોટી અર્થવ્યવસ્થામાં ભારતનો વિકાસદર સૌથી ઝડપી ગતિએ વધ્યો હતો. સરકારી આંકડાઓ અનુસાર આ વિકાસદર હાંસલ કરવામાં કૃષિ અને નાણાકીય ક્ષેત્રનું સૌથી વધુ યોગદાન રહ્યું હતું. NSOએ ગુરુવારે આ આંકડા જારી કર્યા હતા.


વર્તમાન કિંમતો પર નક્કી થતી નૉમિનલ જીડીપીનો વિકાસ દર 8% રહ્યો. 2022-23માં તે દર 27.7% હતો. જાણકારો અનુસાર સર્વિસ સેક્ટરમાં મજબૂત માંગનું જીડીપીમાં વિશેષ યોગદાન રહ્યું હતું. હવાઇ અને રેલવે યાત્રીઓની સંખ્યા વધી છે. હવાઇ યાત્રા વધવાનો એ અર્થ નથી કે શહેરી વિસ્તારોમાંથી માંગ વધી છે, તેમાં ગ્રામીણ હિસ્સો પણ છે.