હવે OYOમાં જતા યુગલોને ચેક-ઈન માટે તેમના સંબંધોનું પ્રમાણપત્ર આપવું પડશે. બુકિંગ ભલે ઓનલાઈન હોય કે સીધું હોટેલમાં જઈને કરવામાં આવ્યું હોય, બધા ગ્રાહકો પાસેથી આ દસ્તાવેજો ચોક્કસથી માંગવામાં આવશે.
કંપનીએ હાલમાં આ નિયમ ઉત્તર પ્રદેશના મેરઠમાં લાગુ કર્યો છે. મેરઠમાં ટ્રાયલ બાદ તેને દેશના અન્ય ભાગોમાં પણ લાગુ કરી શકાય છે.દેશભરમાં 10 હજારથી વધુ હોટેલ OYO સાથે ભાગીદારીમાં બુક કરે છે.
OYOના ઉત્તર ભારતના વડા પવન શર્માએ કહ્યું, 'OYO સુરક્ષિત હોસ્પિટાલિટી કલ્ચર જાળવવા માટે પ્રતિબદ્ધ છે. અમે લોકોની વ્યક્તિગત સ્વતંત્રતાનો આદર કરીએ છીએ, પરંતુ સંસ્કારી સમાજ અને બજારની જરૂરિયાતોને અનુસરવાની જવાબદારી પણ સમજીએ છીએ. અમે સમય સમય પર આ નીતિની સમીક્ષા કરતા રહીશું.'