શુક્રવારે ગોવામાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ના વિદેશ મંત્રીઓની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર અને પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો પણ મળ્યા હતા. મીટિંગ દરમિયાન એસ જયશંકરે અભિવાદન કર્યું અને બિલાવલે પણ હાથ જોડ્યા.
બેઠક પૂરી થયા બાદ જયશંકરે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે કહ્યું- પાકિસ્તાન આતંકવાદ ઈન્ડસ્ટ્રીનું પ્રમોટર અને પ્રવક્તા છે.
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રીએ પ્રેસ સાથે વાત કરતા જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બિલાવલે કલમ 370 નાબૂદ કરવાના ભારતના નિર્ણયને ગેરકાયદેસર ગણાવ્યો. તેમણે કહ્યું- કાશ્મીરમાંથી વિશેષ રાજ્યનો દરજ્જો છીનવીને ભારતે વાતચીતના તમામ રસ્તા બંધ કરી દીધા છે.