હૅલ્થકૅર અને એજ્યુકેશનમાં ઘણી સમાનતા છે. ફ્રન્ટલાઇન વર્કર્સ હોવાને કારણે શિક્ષક જે રીતે રોજ વિદ્યાર્થીઓને ભણાવવા માટે પ્રતિબદ્ધ હોય છે, એ જ રીતે તબીબોની પ્રાથમિકતા દર્દીઓને સાજા કરવાની છે.’ આ વાત ભારતીય મૂળના અમેરિકન તબીબ ડૉ. ધવલ દેસાઈએ કહી છે. તેમણે ‘બર્નિંગ આઉટ ઓન ધ કોવિડ ફ્રન્ટ લાઇન્સ : અ ડૉક્ટર મેમાયર ઑફ ફાધરહૂડ, રેસ, એન્ડ પર્સિવરેન્સ ઇન પેન્ડેમિક’માં કહ્યું હતું.
ગયા એપ્રિલ મહિનામાં મને દીકરીની શાળામાં શ્રેષ્ઠ શિક્ષક પુરસ્કાર માટેની પસંદગીમાં મદદ કરવાની તક મળી. મને કિંડરગાર્ડન (કેજી)નાં એક શિક્ષિકાના ઇન્ટરવ્યુએ ચકિત કરી દીધો. એક પ્રશ્નના તેમણે આપેલા ઉત્તરે મારી આંખ ઉઘાડી. તેમને ‘પ્રભાવશાળી શિક્ષકની 2 વિશેષતા કઈ?’ પ્રશ્ન પુછાયો. તેમણે ઉત્તર આપ્યો, ‘પોતાના વિદ્યાર્થીઓને પ્રેમ કરવો અને એમને રોજ એ પ્રેમની અનુભૂતિ કરાવવી. આ સિવાય ભણાવવાનો જુસ્સો પણ હોવો જોઈએ.’ આ જવાબ સાંભળતાંની સાથે જ મેં શિક્ષકની જગ્યાએ મેં તબીબને કેન્દ્રમાં રાખીને વિચારવાનું શરૂ કર્યું. એટલે કે પ્રભાવશાળી ડૉક્ટરની બે વિશિષ્ટતા કઈ હોઈ શકે? મારા મને કહ્યું, ડૉક્ટરોએ પોતાના દર્દીઓને પ્રેમ કરવો પડશે, રોજ તેમને એની અનુભૂતિ કરાવવી વડેશે.
બીજું, તેનામાં દર્દીઓને સાજા કરવાનો જુસ્સો હોવો જોઈએ.’ સામાન્ય ધારણા એવી છે કે ડૉક્ટરોએ દર્દીઓ સાથે ભાવનાત્મક જોડાણથી દૂર રહેવાની જરૂર છે નહીં તો હિત ટક્કરાઈ શકે છે. પરંતુ મને એવું નથી લાગતું. હૅલ્થકૅર સિસ્ટમ મુદ્દે દર્દીઓ ઘણી વાર હેરાન થતા હોય છે અને ક્યારેક નિષ્ણાતો માટે પણ પડકારરૂપ થઈ શકે છે. જો તેમને આવી કોઈ વાતે શંકા થાય અને અમે તેમની પાસે ન હોઈએ તો એ શંકા દૂર કેવી રીતે કરી શકીએ! આવી જ રીતે શિક્ષક અંતર રાખે તો બાળકો આગળ કેવી રીતે વધી શકે!