તાલાલા પંથકમાં કેરીની સિઝન પુજોશમાં ચાલી રહી છે. બજારમાં સારી આવક જોવા મળી રહી છે જો કે હવે તાલાલાની કેરી કેનેડાની બજારમાં જોવા મળશે. જશાપુરનાં ખેડૂત ચેતન મેદપરા પ્રાકૃતિક ખેતીની સાથે એમએસસીનો અભ્યાસ પણ કરે છે અને કેનેડાના લોકો પણ તાલાલાની કેરી ખાઈ શકે તે માટે એક્સપોર્ટ કરવાનો નિર્ણય લીધો અને 400 બોક્સ તૈયાર કરી પેક વાહનમાં અમદાવાદ એરપોર્ટ પર પહોંચતા કર્યા ત્યાંથી વિમાન મારફત કેનેડા મોકલ્યા છે.આમ તાલાલાથી 3600 કીમી દૂર કેસર કેરી પહોંચી છે.

3 કિલોના 1600 થી 1800 રૂપિયા
કેનેડામાં 3 કિલોના બોક્સ તૈયાર કરી વેંચાણ થશે અને પ્રતિબોક્સ 1600 થી લઈ 1800 રૂપિયામાં વેંચાણ થતું હોવાનું જાણવા મળી રહ્યું છે.