ગુજરાત હવે સમગ્ર દેશમાં રોકાણ માટેનું કેન્દ્ર બની રહ્યું છે. ગુજરાત અત્યારે રોકાણકારો માટે પહેલી પસંદગી બની છે. ગુજરાતમાં રોકાણ માટે સહાયક માળખાકીય સુવિધાઓ, સાહસિક કૃષિ સમુદાય અને ટ્રેન, હાઇવે અને બંદરોની સરળ ઉપલબ્ધતાને કારણે વધુને વધુ રોકાણકારો ગુજરાતને પ્રાધાન્ય આપી રહ્યાં છે. ગુજરાતના ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ આવી રહ્યું છે. ગુજરાત દેશમાં જીરું અને વરિયાળીના ઉત્પાદનનું ટોચનું ઉત્પાદક છે.
ગુજરાતમાં રહેલી રોકાણ માટેની વિપુલ તકો અને કંપનીના રાજ્ય સાથેના જોડાણ અંગે સમજાવતા ફૂડ્સ એન્ડ ઇન્સ લિ.ના એમડી મિલન દલાલે જણાવ્યું હતું કે, ગુજરાત સબસિડી, પ્રોત્સાહનો તેમજ વળતરની દૃષ્ટિએ શ્રેષ્ઠ તકો પૂરી પાડે છે. પરંતુ, 1980ના દાયકાની શરૂઆતમાં જ્યારે અમે વલસાડમાં કોકા-કોલા મેંગો કેનિંગ લાઇનને હસ્તગત કરી હતી ત્યારથી ગુજરાત સાથે જોડાણ છે.
ગુજરાત અને ફૂડ્સ એન્ડ ઇન્સ અનેક સામ્યતાઓ ધરાવે છે. ગુજરાતીઓ મુખ્યત્વે શાકાહારી છે, તેથી જ ગુજરાતીઓને માત્રને માત્ર 100% શાકાહારી વસ્તુઓ જ ઓફર કરીએ છીએ તેમજ પર્યાવરણને અનુકૂળ નવીન ખાદ્ય ઉત્પાદનો ડિલીવર કરીએ છીએ.
તમે તમારા ગ્રાહકોને જરૂરિયાત પ્રમાણે પ્રોડક્ટ્સ પૂરી પાડી શકો તે માટે બ્રાન્ડિંગ અને માર્કેટિંગ તમારી ટેક્નોલોજી સાથે સુસંગત હોય તે આવશ્યક છે. જ્યારે 1971માં કંપનીએ માર્કેટમાં પ્રવેશ કર્યો ત્યારે કંપનીએ ભારતીય સૈન્યને પ્રોટિન, વિટામિન અને મિનરલ્સનો પોષક સ્ત્રોત મળી રહે તે ઉદ્દશ્યે સાથે ડ્રાઇડ એગ પાઉડરની સુવિધાની શરૂઆત કરી હતી.
આ પ્રોડક્ટ્સની આવરદા વધુ હતી તેમજ તેના માટે રેફ્રિજેરેટરની અનિવાર્યતા પણ નહોતી તેમજ ઊંચા પહાડી વિસ્તારો પર પણ તેને સરળતાપૂર્વક સપ્લાય કરી શકાતો હતો. પરંતુ હવે કંપની 100% શાકાહારી પ્રોડક્ટ્સ વેચવા માટે પ્રતિબદ્વ હોવાથી અમે વધુ આવરદા ધરાવતા તેમજ ગુણવત્તાયુક્ત પેકેજ્ડ ફૂડ્સના વેચાણ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.