Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વૈશ્વિક સ્તરે 2022નું વર્ષ અનેક આપત્તિઓથી ભરેલું રહ્યું પરંતુ ભારતીય અર્થતંત્ર અડીખમ રહ્યું હોવાનું મુખ્ય કારણ જીએસટી કલેક્શનમાં સતત વધારો, મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો મજબૂત ગ્રોથ, ગ્રાહકલક્ષી માગ અને ફુગાવો કાબૂમાં રહ્યો છે. આગામી નવા વર્ષે પણ વિશ્વની સરખામણીએ ભારતનો દેખાવ ઉત્કૃષ્ટ રહેશે તેવો નિર્દેશ મોતીલાલ ઓસવાલ બ્રોકિંગ એન્ડ ડિસ્ટ્રિબ્યુશનના અહેવાલમાં દર્શાવાયો છે.


અનેક ક્ષેત્રો (રિઅલ એસ્ટેટ, ઓટો, બેન્કિંગ, ટેલિકોમ વગેરે)માં સાઈકલિકલ સુધારા-ઉદ્યોગમાં કન્સોલિડેશનથી ક્ષમતા ઉપયોગીતા વધી 75 ટકાને પાર કરી ગઈ છે. ક્ષમતા ઉપયોગીતા વધતા ખાનગી ઈન્વેસ્ટમેન્ટ વધવાની અપેક્ષા છે. ચીન-યુરોપના વિકલ્પ તરીકે ભારત તરફની નજરને કારણે તથા આત્મનિર્ભર ભારત, મેક ઈન ઈન્ડિયા જેવી પહેલો જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રના હિસ્સાને વધારવામાં ટેકારૂપ બનશે.

જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો હાલમાં 15 ટકા છે. બીજી બાજુ ફુગાવો જે અત્યારસુધી ચિંતાનો વિષય હતો તે નવેમ્બરમાં ઘટી 11 મહિનાની નીચી સપાટીએ જોવા મળ્યો છે જે રિઝર્વ બેન્કની 2થી 6 ટકાની રેન્જની અંદર છે.

નવા વર્ષે ધિરાણ વૃદ્ધિ અને મૂડી ખર્ચ મહત્ત્વના પાસાં
હવે આપણે કેલેન્ડર વર્ષ 2023માં પ્રવેશી રહ્યા છીએ, ત્યારે, મંદીનો ભય, ભૌગોલિક રાજકીય અશાંતિ તથા ચીનમાં કોરોનાના વધી રહેલા કેસો જેવા વૈશ્વિક પરિબળો ઈક્વિટી માર્કેટસને વોલેટાઈલ રાખી શકે છે. અમેરિકા તથા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા નાણાં નીતિમાં થોડીઘણી પણ હળવાશ બજારને ગતિ આપવામાં ટેકારૂપ સાબિત થઈ શકશે. કેલેન્ડર વર્ષ 2023માં બે મુખ્ય બાબતો ધિરાણ વૃદ્ધિ અને મૂડી ખર્ચ મુખ્ય ભૂમિકા ભજવશે તેવી અમારી ધારણાં છે. ધિરાણ વૃદ્ધિ અને મૂડી ખર્ચને કારણે બીએફએસઆઈ, કેપિટલ ગુડસ, માળખાકીય, સિમેન્ટ, હાઉસિંગ, ડિફેન્સ, રેલવેઝ જેવા ક્ષેત્રો આકર્ષણનું કેન્દ્ર રહેશે.