અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલી 100 વર્ષ જૂની માઉન્ટ કાર્મેલ શાળાને બંધ કરી ને ત્યાંના વિદ્યાર્થીઓને અન્ય શાળામાં ખસેડવાની બાબતને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. માઉન્ટ કાર્મેલ શાળાનું બિલ્ડિંગ વર્ષ જૂની અને જર્જરિત હોવાને કારણે શાળાએ આ નિર્ણય લીધો હતો. જેના પર વાલીઓએ શાળા બહાર એકત્ર થઇને રોષ વ્યક્ત કર્યો હતો. શાળા પ્રશાસને બિલ્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોગ્ય ન જણાતા સ્કૂલ બંધ કરીને ધોરણ 5થી 12ના વિદ્યાર્થીઓને બે અલગ-અલગ સ્કૂલમાં ટ્રાન્સફર કરવા નિર્ણય કર્યો હતો. સ્કૂલ દ્વારા વાલીઓને અલગ-અલગ તબક્કામાં બોલાવીને જાણ કરવામાં આવી હતી. જોકે, સ્કૂલના નિણર્ય સામે વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. વાલીઓ સ્કૂલના નિણર્ય સામે સહમત થયા નહોતા.
શાળાની બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો
આ ઘટના બાદ શાળા પ્રશાસન એ માઉન્ટ કાર્મેલ સ્કૂલ બદલવા DEO કચેરી ખાતે અરજી કરી હતી. વાલીઓના હોબાળા બાદ શાળા પ્રશાસન હરકતમાં આવ્યુ હતું અને શાળાની બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરાવ્યો હતો. આ રિપોર્ટ સાથે માઉન્ટ કાર્મેલ શાળા પ્રશાસને DEO કચેરી ખાતે સ્થળ બદલવા મંજૂરી માગી છે. સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ પર DEO કચેરી દ્વારા તપાસ હાથ ધરાશે, સાઘના દ્વારા જે રિપોર્ટ રજૂ કરાયો છે, તે માન્ય સંસ્થા દ્વારા કરવામાં આવ્યો છે કે નહી તે અંગે DEO કચેરી દ્વારા તપાસ કરવામાં આવશે.