શરીરમાં હાડકાં હેલ્ધી હોવા ખૂબ જ જરૂરી છે. આ કારણોસર ડાયટમાં કેલ્શિયમ અને વિટામીન ડી યુક્ત ભોજન જરૂરથી શામેલ કરવું જોઈએ. જેથી હાડકાં મજબૂત બને છે. કેટલીક વસ્તુઓના કરણે હાડકાં નબળા પડી જાય છે. આ કારણોસર આ વસ્તુઓનું સેવન બિલ્કુલ પણ ના કરવું જોઈએ. જે વિશે અહીંયા વિગતવાર જાણકારી આપવામાં આવી છે.
સોડિયમયુક્ત ફૂડ-
વધુ પડતા મીઠાને કારણે હાડકા નબળા પડે છે. મીઠાનું વધુ સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ઊણપ વર્તાય છે અને હાડકાં નબળા પડવા લાગે છે. આ કારણોસર વધુ માત્રામાં મીઠાનું સેવન ના કરવું જોઈએ.
કાર્બોનેટેડ ડ્રિંક્સ-
વધુ માત્રામાં કાર્બોનેટેડ ડ્રિંક્સનું સેવન કરવાથી હાડકાંને નુકસાન પહોંચે છે. કાર્બોનેટેડ ડ્રિંક્સમાં એસિડ હોય છે, જેથી લોહીમાં અમ્લતાનું સ્તર વધવા લાગે છે. જેના કારણે હાડકાંમાંથી કેલ્શિયમ દૂર થવા લાગે છે, જેના કારણે બોન ડેંસિટી ઓછી થવા લાગે છે.
શુગરયુક્ત ભોજન-
શુગરયુક્ત ભોજનનું સેવન કરવાથી હાડકાં નબળા પડે છે અને બોન ડેંસિટી ઓછી થઈ શકે છે. જે લોકો ઓસ્ટિયોપોરોસિસ હોય તે લોકોએ શુગરયુક્ત ભોજનનું સેવન ના કરવું જોઈએ. આ પ્રકારે કરવાથી હાડકાં નબળા પડી શકે છે.
કેફીન-
કેફીનનું સીમિત માત્રામાં સેવન કરવામાં આવે તો તે આરોગ્ય માટે ફાયદાકારક છે. કેફીનનું વધુ માત્રામાં સેવન કરવામાં આવે તો આરોગ્યને નુકસાન થાય છે. કેફીન યુક્ત ભોજનનું સેવન કરવાથી હાડરકાં નબળા પડવા લાગે છે.