રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ટેક્સચોરી કરતા પેટ્રોલ પંપના સંચાલકોને ત્યાં એન્ફોર્સમેન્ટ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી છે. અત્યાર સુધીની તપાસમાં કરોડો રૂપિયાની ટેક્સચોરી બહાર આવી છે. આ તપાસ હજુ લાંબી ચાલે તેવી શક્યતાઓ છે. ચાલુ નાણાકીય વર્ષમાં પહેલીવાર આ રીતે પેટ્રોલ પંપના સંચાલકોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હોય એવું બન્યું છે.
પેટ્રોલ પંપમાં મોટે ભાગે રોકડેથી જ વ્યવહાર થતો હોવાનો તેમજ જે આવક થાય છે તે મુજબ ટેક્સ નહિ ભરાતો હોવાની બાતમી જીએસટી-વેટના એન્ફોર્સમેન્ટ વિભાગને મળી હતી. આ બાતમી મળ્યા બાદ તેમાં ખરાઈ કરતા માલૂમ પડતા ટેક્સચોરી પકડવા માટે દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં ચાર તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢમાં દરોડા પાડવામાં આવ્યા છે.