અદાણી પોર્ટફોલિયો હેઠળ સિમેન્ટ અને બિલ્ડિંગ મટિરિયલ્સની ટોચની કંપની અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (અંબુજા)ને તેની વૃદ્ધિમાં ઉમેરો કર્યો છે. કંપનીના પ્રમોટર્સ અદાણી ફેમિલીએ વધુ રૂ. 8,339 કરોડનું રોકાણ કરીને કંપનીના વોરંટ પ્રોગ્રામને સંપૂર્ણ સબસ્ક્રાઇબ કર્યો છે, જે સાથે કુલ રોકાણ રૂ. 20,000 કરોડ થયું છે. અદાણી ફેમિલીએ કંપનીમાં તેમનો હિસ્સો વધુ 3.6 ટકા વધારીને 70.3 ટકા કર્યો છે.
આ પહેલાં 18 ઓક્ટોબર, 2022માં રૂ.5000 કરોડ અને 28 માર્ચ 2024ના રોજ રૂ. 6,661 કરોડનું રોકાણ કરાયું હતું, આ વ્યૂહાત્મક પગલું પોર્ટફોલિયો કંપનીઓ માટે મજબૂત મૂડી વ્યવસ્થાપન માટે અતૂટ પ્રતિબદ્ધતાને દર્શાવે છે અને તાજેતરનું રોકાણ સિમેન્ટ વર્ટિકલની ભાવિ ક્ષમતાઓને બળ આપવાની અદાણી ફેમિલીની કટીબદ્ધતા દર્શાવે છે.
આ ફંડનો ઉમેરો સિમેન્ટ વર્ટિકલ દ્વારા વર્ષ 2028 સુધીમાં વાર્ષિક 140 મિલિયન ટનની ક્ષમતા હાંસલ કરવામાં મહત્વપૂર્ણ બની રહેશે. આ ઉપરાંત તે સંચાલકીય પ્રદર્શનમાં વધારો કરવા માટે મૂડી રોકાણ સહિત વિવિધ સંસાધનો, સપ્લાય ચેઇનની કાર્યક્ષમતામાં વધારો કરવા જેવી વિવિધ વ્યૂહાત્મક પહેલોને પણ સક્ષમ કરશે. તે સારી સેવા ઓફરિંગ માટે અદ્યતન ટેક્નોલોજીની એકીકૃત કરીને ઇનોવેશન અને પ્રોડક્ટ વિકાસને પણ પ્રોત્સાહન આપશે.