મહારાષ્ટ્રના સાંગલીમાં બાળક ચોરીની શંકામાં ચાર સાધુને નિર્દયતાથી મારવામાં આવ્યો હતો. ચારેય સાધુ ઉત્તરપ્રદેશના મથુરાના રહેવાસી છે. આ તમામ સાધુ બિજાપુરથી પંઢરપુર દર્શન માટે જઈ રહ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પંઢરપુર જતા સમયે સ્થાનિક લોકોએ તેમને રોક્યા હતા. પ્રશ્નો પૂછવા પર, આ લોકો ભાષાને કારણે એકબીજાને સમજી શકતા નહોતા. આ પછી જ લોકોને શંકા ગઈ કે આ બધા બાળક ચોરી કરનારા છે. એકાએક તેમણે તેમને માર મારવાનું શરૂ કર્યું. લોકોએ સાધુઓને લાકડીઓ વડે માર માર્યો હતો. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે લોકોને જીપમાં બેસાડી દીધા છતાં લોકોએ સાધુઓને જીપમાંથી ખેંચીને બહાર કાઢવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પોલીસે તમામ સાધુઓને હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સ્થિતિ અંગે હજુ સુધી કોઈએ ટિપ્પણી કરી નથી. તેમની તબિયતમાં સુધારો થતાં જ તેમનાં નિવેદન નોંધવામાં આવશે. હજુ સુધી આ કેસમાં કોઈ FIR નોંધવામાં આવી નથી.