આજકાલ પાલતુપ્રાણીઓ રાખવાનો ટ્રેન્ડ પણ ચાલી રહ્યો છે. અને એમાં પણ ઘરમાં શ્વાન એટલે કે કુતરા રાખવાનું ચલણ વધારે છે. વર્ષોથી પોતાની સાથે શ્વાન કે બિલાડી જેવા પાલતુ પ્રાણી રાખવા ઘણા લોકોને ગમે છે. અને એમાં કાંઈ ખોટું પણ નથી. પણ ઘણી વાર તે ખતરનાક સાબિત થઇ શકે છે.
તાજેતરના એક નવા અભ્યાસમાં દાવો કરાયો છે કે, પાલતૂ પ્રાણીઓ તમારા પલંગ કે સોફાને ઉપયોગ કરતાં હોય છે, જો તેને સાફ ન કરવામાં ન આવે તો બીમાર થવાનું જોખમ વધી જાય છે. ડાયસન ગ્લોબલ ડસ્ટના અભ્યાસ મુજબ, દેશમાં માત્ર 25% પાલતુ માલિકો દરરોજ તેમના ઘરની સફાઈને પ્રાથમિકતા આપે છે. આ કારણે તેમાં જોવા મળતા બેક્ટેરિયા મનુષ્યમાં ચેપી રોગો ફેલાવી શકે છે. વાસ્તવમાં, બેસિલસ એન્થ્રેસીસ એ પ્રાણીઓમાં જોવા મળતું બેક્ટેરિયમ છે. તેનાથી એન્થ્રેક્સ રોગ ફેલાય છે. મોટાભાગના લોકો ઘરની સફાઈ કરતી વખતે ગાદલા અને સોફાની સફાઈ કરતાં નથી.
આ અભ્યાસમાં પાલતુના વાળ, ખોડો અને ચામડીના કણોથી થતા આરોગ્યના જોખમો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ હિસાબે માત્ર 50% લોકો જ સ્વચ્છતા પ્રત્યે જાગૃત છે. 28% માલિકો તેમના ઘરની સ્વચ્છતા માટે સંપૂર્ણ જવાબદારી લે છે. દરરોજ માત્ર 21% સ્વચ્છ. પાલતુ પ્રાણી અને ઘરની દૈનિક સફાઈની વાત આવે છે, ત્યારે ચારમાંથી માત્ર એક ભારતીય તેને પ્રાથમિકતા તરીકે જુએ છે. જેના કારણે ઘણી વખત પહેલા પશુઓ બીમાર પડે છે અને પછી તેના કારણે આ રોગ માણસોમાં ફેલાય છે.