Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

મેષ

પોઝિટિવઃ- આજે ગ્રહોનું સંક્રમણ અને સંજોગો ખૂબ જ સકારાત્મક રહેશે, આપની ક્ષમતાના બળ પર ચોક્કસ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. રોકાણ કરવું હોય જો તમે પ્લાનિંગ કરી રહ્યા છો, તો તેને અમલમાં મૂકવાનો આ યોગ્ય સમય છે.

નેગેટિવઃ- તમારા કામમાં પરિવારના કોઈ સભ્યની દખલગીરી પણ તમારા કામકાજમાં અવરોધ લાવી શકે છે. ભાવનાત્મક રીતે અને ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. કોઈ ખરાબ સમાચાર મળી શકે છે, જેના કારણે મન પરેશાન રહેશે.

વ્યવસાયઃ- ધંધાકીય બાબતોમાં થોડી પરેશાની રહેશે. પરંતુ તમારી મહેનત તમારી ધંધાકીય પ્રવૃત્તિઓ મજબૂત કરશે.

લવઃ- કૌટુંબિક બાબતોને સમયસર ઉકેલો, નહીંતર સમસ્યાઓ વધી શકે છે.

સ્વાસ્થ્યઃ- માનસિક અને શારીરિક રીતે ઉર્જા અને શાંતિનો અનુભવ થશે.

લકી કલર- કેસર

લકી નંબર- 9

***

વૃષભ

પોઝિટિવઃ કામનો બોજ વધુ રહેશે. તમારા મહત્વપૂર્ણ કાર્યો પર વિશેષ ધ્યાન આપો. જ્ઞાનશાસ્ત્રના ક્ષેત્રમાં વિદ્યાર્થીઓને રુચિ રહેશે અને મહેનત પ્રમાણે પરિણામ મળશે.

નેગેટિવઃ- ધીરજ રાખવાથી તમે સમસ્યા પર કાબુ મેળવી શકશો. પારિવારિક કામમાં ખૂબ વ્યસ્ત રહેશો.

વ્યવસાયઃ- કાર્યસ્થળ પર કર્મચારીઓ દ્વારા જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે તેને તમે ખૂબ જ સમજદારીપૂર્વક ઉકેલ લાવી શકશો.

લવઃ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે. મિત્રો સાથે મુલાકાતથી દિવસના તણાવમાં રાહત મળશે

સ્વાસ્થ્યઃ- ગળામાં કોઈ પ્રકારનું ઈન્ફેક્શન અને કફ-શરદીની સમસ્યા રહેશે.

લકી કલર- વાદળી

લકી નંબર- 6

***

મિથુન

પોઝિટિવઃ- સમયનો વ્યવસ્થિત રીતે ઉપયોગ તમને મોટી સિદ્ધિઓ આપશે. રાજકીય અને સામાજિક ક્ષેત્રે તમારી સક્રિયતા અને સર્વોપરિતા વધશે.

નેગેટિવઃ-સમય અનુસાર તમારી દિનચર્યા અને કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવો જરૂરી છે. ક્રોધ અને જુસ્સાના કારણે કરેલા કામનાં લીધે ઘણીવાર અવરોધો આવવાની શક્યતાઓ છે.

વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈપણ કાર્યને મુલતવી રાખવાને બદલે તેને યોગ્ય સમયે પૂર્ણ કરવાનો પ્રયાસ કરો,સ્ટાફ અને કર્મચારીઓનો સહયોગ કંપનીની વ્યવસાયિક પ્રવૃત્તિઓને વધુ પરફેક્ટ બનાવશે.

લવઃ- વિજાતીય મિત્ર સાથે થયેલી મુલાકાત જૂની યાદોને તાજી કરશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સ્વાસ્થ્યઃ- તમારી દિનચર્યા અને ભોજનને વ્યવસ્થિત રાખો. વાતાવરણમાં પરિવર્તનને કારણે સાવચેત રહેવું જરૂરી છે.

લકી કલર- નારંગી

લકી નંબર - 2

***

કર્ક

પોઝિટિવઃ- સરકારી વિવાદ ચાલી રહ્યો હોય તો તેનો ઉકેલ આજે મળી શકે છે. કોઈપણ કાર્યને યોગ્ય વિચાર સાથે ગોઠવવાથી સારું પરિણામ મળે છે

નેગેટિવઃ- કોઈપણ કામ કરવામાં ઉતાવળ ન કરો, અભ્યાસ અને કારકિર્દી સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરો.

વ્યવસાયઃ- ભૂલથી પણ શેર સટ્ટા વગેરે જેવા જોખમી કામોમાં પૈસાનું રોકાણ ન કરો. ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે.

લવઃ- તમારી તકલીફોમાં પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે.

સ્વાસ્થ્યઃ- કાળજીપૂર્વક વાહન ચલાવવું

લકી કલર- ગુલાબી

લકી નંબર- 9

***

સિંહ:

પોઝિટિવઃ- તમને પ્રભાવશાળી લોકોનો સાથ મળશે, બિનજરૂરી પ્રવૃત્તિઓથી ધ્યાન હટાવીને તમારા કાર્યો પર યોગ્ય ધ્યાન આપો.

નેગેટિવઃ- તમારા મૂડ પર નિયંત્રણ રાખો.ભાઈઓ સાથેના સંબંધોમાં કડવાશ ન આવવા દો.

વ્યવસાયઃ- ભાગીદારીની તમારી પાસે કોઈ યોજના છે, તો તેને તરત જ અમલમાં મૂકો. મહિલા વર્ગને લગતા વ્યવસાયમાં સફળતા મળશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- પેટની સમસ્યાઓ આપને પરેશાન કરી શકે છે.

લકી કલર- ક્રીમ

લકી નંબર- 9

***

કન્યા:

પોઝિટિવઃ- અન્ય કાર્યોની સાથે તમારા અંગત કાર્યો પર પણ ધ્યાન આપો. કોઈ ધાર્મિક પ્રસંગને કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે.

નેગેટિવઃ- વ્યવહારુ બનો નહીંતર કોઈ તમારી ભાવનાઓનો અયોગ્ય ફાયદો ઉઠાવી શકે છે. ભંડોળ સંબંધિત વ્યવહાર કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.

વ્યવસાય- કર્મચારીઓ પર આધાર રાખવો નહીં અને તમામ પ્રવૃત્તિઓમાં હાજર રહેવું. કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહો.

લવઃ- પતિ-પત્નીની પરસ્પર સંવાદિતા દ્વારા ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.અને ઘરનું વાતાવરણ ખુશનુમા અને સૌહાર્દપૂર્ણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધુ પડતા કામને કારણે તણાવ અને ગુસ્સો હાવી થઈ શકે છે. બ્લડ પ્રેશર અને સુગર લેવલ જેવી સમસ્યાઓ પણ વધી શકે છે.

લકી કલર- સફેદ

લકી નંબર- 5

***

તુલા

પોઝિટિવઃ- સામાજિક અથવા સમાજ સંબંધિત કાર્યોમાં વ્યસ્તતા રહેશે,તમારા મિત્રો તમારી આર્થિક સમસ્યામાં તમારી મદદ કરે છે.

નેગેટિવઃ- લોકો સાથે વાત કરતી વખતે માત્ર યોગ્ય શબ્દોનો ઉપયોગ કરો. તમારી સંકુચિત માનસિકતાને કારણે અન્ય લોકોને પરેશાની થઇ શકે છે.

વ્યવસાયઃ- મુશ્કેલીમાં ઘરનાં વરિષ્ઠ અને અનુભવી લોકોની સલાહ અને માર્ગદર્શનથી તમને નવી દિશા મળશે. જોબ ટ્રાન્સફર કરવા ઇચ્છુક લોકોને સારા સમાચાર મળી શકે છે.

લવઃ- ઘરનાં સભ્યો પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાંવિવાદ સર્જાઈ શકે છે.

સ્વાસ્થ્યઃ- હવામાનમાં ફેરફારને કારણે એલર્જી અને કફ-શરદી રહેશે. તમારા સ્વાસ્થ્ય બાબતે બેદરકારી રાખવી યોગ્ય નથી.

લકી કલર- પીળો

લકી નંબર- 3

***

વૃશ્ચિક:

પોઝિટિવઃ- બાળકોના ભવિષ્ય માટે યોજનાઓ બનાવવામાં આવશે, અને રોકાણ સંબંધિત કામો પૂર્ણ કરવામાં આવશે.નાણાં સંબંધિત કોઈ સમસ્યા આજે ઉકેલાઈ જશે.

નેગેટિવઃ- આ સમયે જોખમ લેવું તમને મુશ્કેલીમાં મૂકી શકે છે. નજીકના સંબંધી સાથે નાની-નાની વાત પર વિવાદ થઈ શકે છે.

વ્યવસાયઃ- કોઈપણ વ્યવસાયમાં રોકાણ કરવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે. વ્યવસાય સંબંધિત કાર્ય સરળતાથી ચાલશે.

લવઃ- પારિવારિક વાતાવરણમાં વ્યવસ્થિત અને શિસ્તબદ્ધ રહેવાથી સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- થાક અને માથાનો દુખાવો રહેશે.

લકી કલર- પીળો

લકી નંબર - 2

***

ધન

પોઝિટિવઃ- પ્રોપર્ટીના વેચાણ અને ખરીદીને લગતી કોઈપણ યોજના અમલમાં મુકવા માટે અનુકૂળ સમય છે.

નેગેટિવઃ- આળસ અને બેદરકારીને કારણે વ્યર્થ કાર્યોમાં પૈસા અને સમયનો વ્યય ન કરો. આ સમયે કોઈને પૈસા ઉધાર ન આપો.

વ્યવસાયઃ- જો ધંધામાં ભાગીદારીનું આયોજન કરવામાં આવી રહ્યું હોય, તો તેને તરત જ અમલમાં મૂકવું ફાયદાકારક રહેશે.

લવઃ- પતિ-પત્ની પરસ્પર સમસ્યાને એકસાથે ઉકેલવાનો પ્રયાસ કરો. પ્રેમ સંબંધોમાં કેટલીક સમસ્યાઓ આવશે.

સ્વાસ્થ્યઃ- નસોમાં ખેંચાણ અને પીડાની સમસ્યા વધી શકે છે. યોગ અને કસરત પર ધ્યાન આપો

લકી કલર- ગુલાબી

લકી નંબર- 4

***

મકર

પોઝિટિવઃ- તમારું સ્વપ્ન સાકાર થશે. જો તમે તમારું ઘર બદલવાનું વિચારી રહ્યા છો, તો તેના પર તાત્કાલિક કાર્યવાહી કરો. યુવાનોને તેમના કરિયર સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે.

નેગેટિવઃ- તમારા અંગત અને મહત્વપૂર્ણ કાર્યોને પ્રાથમિકતા પર રાખો. તમારી બેદરકારીના કારણે કામમાં અવરોધ આવી શકે છે.

વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ સમયે કોઈ પ્રકારનું નુકસાન થવાની સંભાવના છે.

લવઃ- વૈવાહિક સંબંધોમાં મધુરતા રહેશે

સ્વાસ્થ્યઃ- કબજિયાત, ગેસ વગેરે જેવી સમસ્યાઓથી રાહત મેળવવા માટે તમારી દિનચર્યાનું પાલન કરવું છે.

લકી કલર - સફેદ

લકી નંબર- 3

***

કુંભ

પોઝિટિવઃ- કોઈ પ્રભાવશાળી વ્યક્તિ સાથે મુલાકાત તમારા માટે ફાયદાકારક સાબિત થશે. અને પરસ્પર વાતચીત દ્વારા કેટલીક નવી માહિતી પ્રાપ્ત થશે.

નેગેટિવઃ- આવકની સરખામણીમાં ખર્ચમાં વધારો તમને પરેશાન કરશે. પરંતુ તમે તમારી સમજણથી સમસ્યાઓનો ઉકેલ લાવી શકશો.

વ્યવસાયઃ- વ્યવસાયિક સંપર્ક સ્ત્રોતોમાંથી નવી માહિતી પ્રાપ્ત થશે, જે ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. જોબ પ્રોફેશનલ્સને ટ્રાન્સફર સંબંધિત કોઈ સારા સમાચાર મળે

લવ -વૈવાહિક સંબંધોમાં સુખદ વાતાવરણ રહેશે.

સ્વાસ્થ્યઃ- વધારે કામના કારણે શારીરિક અને માનસિક થાકનો અનુભવ થશે.

લકી કલર- ગુલાબી

લકી નંબર- 7

***

મીન

પોઝિટિવઃ- વિલંબિત ચૂકવણી અને નાણાંકીય બાબતોમાં રાહત મળશે. ધાર્મિક સંસ્થામાં સેવા સંબંધિત કાર્યમાં તમારું વિશેષ યોગદાન રહેશે.

નેગેટિવઃ- નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી. વ્યવહારો સંબંધિત બાબતોને સ્થગિત કરવી યોગ્ય રહેશે.

વ્યવસાયઃ- વેપારની સ્થિતિ સારી રહેશે. વિદેશ સંબંધિત વ્યવસાયમાં ગતિ આવશે.

લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ લગ્ન માટે પરિવારની મંજૂરી મળશે.

સ્વાસ્થ્ય- નિયમિત સ્વાસ્થ્ય સંબંધિત તપાસ કરાવો અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓએ કાળજી લેવાની જરૂર છે.

લકી કલર- જાંબલી

લકી નંબર- 9