Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પાકિસ્તાનના બંદર શહેર કરાચીના રહેવાસીઓ મંગળવારે ગભરાઈ ગયા જ્યારે અહીંના વ્યસ્ત બજારની શેરીઓમાં સિંહ મુક્તપણે ફરતો જોવા મળ્યો. હજુ સુધી સ્થાનિક પ્રશાસને આ અંગે કોઈ સ્પષ્ટતા રજૂ કરી નથી. જેથી આ સિંહ ક્યાંથી આવ્યો અને કોણ લાવ્યો તે અંગે સસ્પેન્સ યથાવત છે.


ટ્રકની નીચે સંતાઈ ગયો

કરાચીના એસએસપી શેરાજ નઝીરે 'ડોન ન્યૂઝ'ને જણાવ્યું - અત્યાર સુધી એ વાત જાણીતી હતી કે ચાર લોકો આ સિંહને પીકઅપ વાનમાં લઈ જઈ રહ્યા હતા. તે કૂદીને દોડ્યો અને પહેલા એક ટ્રકની નીચે સંતાઈ ગયો. અમે વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન ટીમની મદદ લીધી. તેના માલિકનું કહેવું છે કે સિંહ બીમાર હતો અને તેઓ તેને સારવાર માટે લઈ જતા હતા.
કરાચીના મુખ્ય પ્રધાન જસ્ટિસ મકબૂલ બકરે કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જાન્યુઆરીમાં પણ આવી જ એક ઘટના સામે આવી હતી.
કરાચી સિંધ પ્રાંતની રાજધાની છે. ત્રણ વર્ષ પહેલા અહીં નવો વાઇલ્ડ લાઇફ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો. અહીં લોકોને જંગલી પ્રાણીઓ રાખવાની છૂટ છે, જો કે હવે આ માટેની શરતો ઘણી કડક કરવામાં આવી છે. પરંતુ, ભ્રષ્ટાચારના કારણે લોકો તેમને અનુસરતા નથી. સિંહને પણ કાબૂમાં કરી શકાય છે, પરંતુ આ માટે 39 શરતો પૂરી કરવી પડે છે.