Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે પપુઆ ન્યુ ગિનીમાં પેસિફિક દેશો સાથે ભારતના સંબંધો સુધારવા માટે રચાયેલ FIPIC એટલે કે ઇન્ડિયા પેસિફિક આઇલેન્ડ કો-ઓપરેશન ફોરમમાં જોડાયા હતા. બંને દેશો મળીને આનું આયોજન કરી રહ્યા છે. સમિટનું ઉદ્ઘાટન કરતાં પપુઆ ન્યુ ગિનીના વડાપ્રધાન જેમ્સ મરાપે જણાવ્યું હતું કે ભારત ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ અને ગરીબ દેશોનું લીડર છે. આપણે બધા વિકસિત દેશોના પાવર પ્લેનો ભોગ બનીએ છીએ.

મરાપે બાદ પીએમ મોદીએ પણ વિકસિત દેશોનું નામ લીધા વગર નિશાન સાધ્યું. તેમણે કહ્યું, 'કોરોનાની સૌથી વધારે અસર ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશો પર પડી છે. ક્લાઈમેટ ચેન્જ, કુદરતી આફતો, ભૂખમરો અને ગરીબી પહેલાંથી જ ઘણા પડકારો હતા, હવે નવી સમસ્યાઓ ઊભી થઈ રહી છે. પીએમ મોદીએ કહ્યું, 'આ સમય દરમિયાન અમે જેમના પર વિશ્વાસ કર્યો તેઓ મુશ્કેલીના સમયમાં અમારી સાથે ઊભા નહોતા.' જ્યારે ભારત મુશ્કેલ સમયમાં પેસિફિક ટાપુઓના દેશો સાથે ઊભું હતું.

PMએ કહ્યું, 'ભારતે કોરોના રસી દ્વારા તમામ સાથી મિત્રોની મદદ કરી. ભારત માટે પેસિફિકના ટાપુઓ નાના ટાપુ દેશો નથી પરંતુ મોટા દરિયાઈ દેશો છે.