લંડનના સદર્કમાં યુનિયન સ્ટ્રીટ રેલવે સ્ટેશનની નજીક આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીંના યુનિયન સ્ટેશનની નજીક બુધવાર સવારે 9:20 (ભારતીય સમય પ્રમાણે બપોરે લગભગ 1:50 વાગે) એક રેલવે આર્ચ બ્રિજમાં આગ લાગી ગઈ. હવે આ આગ સ્ટેશન સુધી ફેલ થઈ ગઈ છે. તેની ઉપર કાબુ મેળવવા માટે 70થી વધારે ફાયર બ્રિગેડની ગાડી ઘટના સ્થળે પહોંચી છે.
આગને લીધે વિસ્તારમાં ધુમાડો ફેલાઈ ગયેલ છે. ચાર રેલવે લાઈનો બંધ કરી નાંખવામાં આવેલ છે અને 70 ટ્રેનનો રુટ બદલવામાં આવેલ છે. જ્યારે, લોકોની સુરક્ષા માટે નજીકની ઈમારતો ખાલી કરાવી લીધી છે. સ્થાનિક લોકોને સલાહ આપી છે કે ધુમાડાથી બચાવવા માટે તમારી બારીઓ અને દરવાજા બંધ રાખ્યાં.
નેટવર્ક રેલવેના જણાવ્યા પ્રમાણે, આગની લપેટને સૌથી પહેલા એક ટ્રેન ડ્રાઈવરે જોઈ. ડ્રાઈવરે લંડન બ્રિજ તથા વોટરલૂ ઈસ્ટ વચ્ચે રેલવે લાઈનની ઉપર ધુમાડો જોયો હતો. આગને લીધે ધુમાડો જોવા મળ્યો હતો. ધીમે ધીમે આગને લીધે અનેક કિલોમીટર સુધી વિસ્તારોમાં ધૂમાડો ફેલાયો. નેટવર્ક રેલવેએ જણાવ્યું કે આગ એક કાર પાર્કિંગમાં પણ ફેલાઈ ગઈ છે, અને બે ઈલેક્ટ્રીક કાર તેની ઝપટમાં આવી ગઈ છે.