ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ધ ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. મંગળવારે એટલે કે, આજે મેચનો ચોથો દિવસ છે.
પ્રથમ સેશનમાં ભારતીય ટીમે પ્રથમ દાવમાં 5 વિકેટે 132 રન બનાવ્યા છે. હાલમાં ઓસ્ટ્રેલિયા 313 રનથી આગળ છે. કેએલ રાહુલ અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર છે. રાહુલે સિરીઝમાં બીજી અડધી સદી ફટકારી.
કેપ્ટન રોહિત શર્મા 10 રન બનાવીને આઉટ થયો હતો. તે વિકેટકીપર એલેક્સ કેરીના હાથે પેટ કમિન્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
ઓસ્ટ્રેલિયાની ટીમે સવારે 51/4ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. કેએલ રાહુલે 33 રન બનાવ્યા હતા અને રોહિત શર્માએ શૂન્ય સાથે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 445 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ શનિવારે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.