Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. તેઓ આજે સિડનીના ઓલિમ્પિક પાર્કમાં ભારતીય મૂળના 20,000થી વધુ લોકોને સંબોધન કરશે. આ કાર્યક્રમ માટે લોકોને ટ્રેનો અને ખાનગી ચાર્ટર દ્વારા સિડની લાવવામાં આવી રહ્યા છે, જેને મોદી એરવેઝ અને મોદી એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનીઝ પણ હાજરી આપશે.

ઓસ્ટ્રેલિયામાં મોદીની હાજરી દરમિયાન હેરિસ પાર્ક વિસ્તારનું નામ બદલીને 'લિટલ ઈન્ડિયા' રાખવામાં આવશે. આ પહેલાં સોમવારે એક ઓસ્ટ્રેલિયન અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ કહ્યું હતું કે તેઓ ભારત-ઓસ્ટ્રેલિયા સંબંધોને નવા સ્તરે લઈ જવા ઈચ્છે છે. જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રને સુધારવા માટે સંરક્ષણ અને સુરક્ષા સંબંધોનો સમાવેશ થાય છે.