Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) એ નાણાકીય વર્ષ 2025-26 માટે દેશના આર્થિક વિકાસના પ્રથમ અગ્રિમ અંદાજો જાહેર કર્યા છે. સરકારી આંકડાઓ અનુસાર, આ વર્ષે એટલે કે નાણાકીય વર્ષ 2025-26માં ભારતનો વાસ્તવિક GDP વૃદ્ધિ દર 7.4% રહેવાની અપેક્ષા છે.


પાછલા નાણાકીય વર્ષ (2024-25)માં આ વિકાસ દર 6.5% રહ્યો હતો. મેન્યુફેક્ચરિંગ, કન્સ્ટ્રક્શન અને સર્વિસ સેક્ટરમાં આવેલા ઉછાળાને આ વૃદ્ધિનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે. આ પહેલા ડિસેમ્બરમાં RBI એ પોતાનો GDP અંદાજ 6.8% થી વધારીને 7.3% કર્યો હતો.

GDP શું છે?

અર્થતંત્રના સ્વાસ્થ્યને ટ્રેક કરવા માટે GDPનો ઉપયોગ થાય છે. તે દેશની અંદર એક નિશ્ચિત સમયગાળામાં ઉત્પાદિત તમામ ચીજવસ્તુઓ અને સેવાઓના મૂલ્યને દર્શાવે છે. તેમાં દેશની સીમાની અંદર રહીને વિદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવતા ઉત્પાદનને પણ સામેલ કરવામાં આવે છે.

GDP બે પ્રકારની હોય છે

GDP બે પ્રકારની હોય છે. રિયલ GDP અને નોમિનલ GDP. રિયલ GDPમાં ગુડ્સ અને સર્વિસની વેલ્યુની ગણતરી બેઝ યરની વેલ્યુ અથવા સ્થિર ભાવે કરવામાં આવે છે. હાલમાં GDPની ગણતરી કરવા માટે બેઝ યર 2011-12 છે. જ્યારે નોમિનલ GDPની ગણતરી વર્તમાન ભાવે કરવામાં આવે છે.