પતિ ઘરે કામ કરે છે કે નહીં તે જાણવા માટે સ્પેનની સરકાર એક એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપ પત્નીઓને જણાવશે કે તેમના પતિ ઘરના કામકાજમાં કેટલો સમય વિતાવે છે. તેનો ઉદ્દેશ્ય પુરૂષો અને સ્ત્રીઓ વચ્ચેના ઘરકામના અસંતુલન તેમજ ઘરના સભ્ય ઘરકામમાં કેટલો કલાક વિતાવે છે તે ટ્રેસ કરવાનો છે. આ એપને સરકાર લગભગ બે કરોડ રૂપિયામાં વિકસાવી રહી છે. જો કે, આ એપ કેવી રીતે મોનિટર કરશે તે અંગે કોઈ માહિતી અપાઈ નથી. એપ દ્વારા પુરુષો અને મહિલાઓના ઘરેલું કામ પર નજર રાખનાર સ્પેન પહેલો દેશ હશે.
સ્પેનને આશા છે કે, એપ પુરુષોને વજન ઘટાડવામાં મદદ કરશે. સ્પેનના જેન્ડર ઇક્વાલિટી મિનિસ્ટર એન્જેલા રોડ્રિગ્ઝે જણાવ્યું કે, ઉનાળામાં એપ લોન્ચ કરવાની યોજના છે. અને આને ‘સહ-જવાબદારી યોજના’ના રૂપમાં લાવવામાં આવી રહી છે. આ એપ ઘરને સરળ રીતે ચલાવવા માટે જરૂરી તમામ અવગણના કરેલા કાર્યોને ઉજાગર કરશે. ઉદાહરણ તરીકે, રસોડાને સાફ કરતા 20 મિનિટ લાગી શકે છે. તે તેના પર નિર્ભર કરે છે કે, કોઈને વૉશ અપ લિક્વિડ ખરીદવાનું યાદ છે, તેમજ શૉપિંગ લિસ્ટ બનાવી છે કે નહીં. આ અભ્યાસનો ઉપયોગ ઘરમાં પુત્ર-પુત્રી, માતા-પિતાની વચ્ચે કામ વહેંચવા માટે થઈ શકે છે. કારણ કે, ઘરના કાર્યોનું વિભાજન અસમાન હોય છે. તેમણે કહ્યું કે, મહિલા ઘરના કામમાં પુરુષો કરતા વધુ સમય વિતાવે છે.