સૌરાષ્ટ્રના ભૂતપૂર્વ ક્રિકેટર સિતાંશુ કોટક ભારતીય ક્રિકેટ ટીમના બેટિંગ કોચ બનવા માટે તૈયાર છે, જોકે BCCI એ હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી.
52 વર્ષીય કોટક રાજકોટના રહેવાસી છે. તે લાંબા સમયથી NCA અને ઈન્ડિયા A ટીમના કોચિંગ સ્ટાફ સાથે સંકળાયેલા છે. ક્રિકેટ વેબસાઇટ ક્રિકઇન્ફોએ ગુરુવારે લખ્યું કે, તે ભારતીય ટીમના બેટિંગ કોચ બનશે તે લગભગ નક્કી છે. રિપોર્ટ અનુસાર કોટક 22 જાન્યુઆરીથી ઇંગ્લેન્ડ સામે શરૂ થનારી T-20 સિરિઝ પહેલા ટીમ ઈન્ડિયામાં જોડાઈ શકે છે.
કોટક ઈન્ડિયા Aના અનેક પ્રવાસોમાં મુખ્ય કોચ રહી ચૂક્યા છે. તેમણે 2023માં આયર્લેન્ડના પ્રવાસ પર ભારતીય સિનિયર ટીમને કોચિંગ પણ આપ્યું હતું. તેમની ફર્સ્ટ-ક્લાસ કારકિર્દી 20 વર્ષની હતી. તેઓ 2013માં નિવૃત્ત થયા.