Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના પ્લાયવૂડના વેપારીએ હરિયાણાના શખ્સને પ્લાયવૂડનો ઓર્ડર આપ્યા બાદ રાજકોટથી રૂ.2 લાખ આંગડિયા પેઢી મારફત મોકલી દીધા હોવા છતાં હરિયાણાના શખ્સે પ્લાયવૂડ નહી મોકલી છેતરપિંડી આચરી હતી. સોરઠિયાવાડી નજીકના સત્યમપાર્કમાં રહેતા અને ગોંડલ રોડ પર માનસતા ચોકમાં વિસોત ટીમ્બર મર્ચન્ટ નામે પેઢી ધરાવતાં નિકુંજભાઇ અમૃતલાલ જોગી (ઉ.વ.34)એ એ.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હરિયાણાના લક્કી નામના શખ્સનું નામ આપ્યું હતું.

નિકુંજભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે હરિયાણાના યમુનાનગરમાં પ્લાયવૂડની ફેક્ટરી ધરાવતાં લક્કીનો સંપર્ક મળતાં ગત તા.6 જુલાઇના રોજ પોતે તથા તેનો મોટો ભાઇ રાજેન્દ્ર જોગી હરિયાણા ગયા હતા અને ત્યાં લક્કીને મળી રૂ.11,78,220ની કિમતનો પ્લાયવૂડનો ઓર્ડર આપ્યો હતો, ત્યાંથી રાજકોટ આવ્યા બાદ ઓર્ડરના એડવાન્સ પેટે રૂ.2 લાખ વિજય પ્લોટમાં આવેલી મહેન્દ્ર સોમા નામની આંગડિયા પેઢી મારફતે રૂ.2 લાખ મોકલ્યા હતા, રૂ.2 લાખ મોકલ્યાના અઠવાડિયા બાદ પણ પ્લાયવૂડ નહી મળતાં નિકુંજભાઇએ ફોન કરતા લક્કીએ થોડા દિવસ ગલ્લા તલ્લા કર્યા હતા અને બાદમાં હાથ ઊંચાં કરી દેતા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.