કોવિડ-19થી દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થયા છે પરંતુ કેટલાક લોકો આ મહામારીનો શિકાર નથી થયા. વિજ્ઞાનીઓ હવે તેનું કારણ જાણવા માટે પ્રયાસરત છે. આવા લોકોને વિજ્ઞાનીઓ મિની ડોઝર કહે છે. વર્ષ 1990માં એચઆઇવી પર રિસર્ચ કરનારા વિજ્ઞાનીઓએ જાણ્યું કે હ્યુમન ઇમ્યુનો વાઈરસને સેલ પર હુમલો કરવા માટે એક મોલેક્યુલની જરૂરિયાત હોય છે. આ મોલેક્યુલ CCR5 હતું. જેમાં આ મોલેક્યુલ ન મળ્યું, HIV તેના કોષ પર હુમલો કરવામાં અસમર્થ રહ્યું હતું.
આ રિસર્ચ બાદ એક નવું નામ સામે આવ્યું છે જે લોકો એચઆઇવી, મલેરિયા અથવા એવી કોઇ પણ બીમારીથી સંક્રમિત નથી થતા, તેઓને સુપર ડોઝર કહેવામાં આવે છે. યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયા એન્ડ સાન ફ્રાન્સિસ્કોના વિજ્ઞાનીઓ એ જાણવા માટે પ્રયાસ કરી રહ્યા છે કે કોરોના સંક્રમણથી બચેલા લોકો શું આ જ પ્રકારના સુપર ડોઝર છે. માટે જ જિલ હોલેન બેકે 1400 લોકો પર રિસર્ચ કર્યું છે. તેમાં જાણવા મળ્યું છે કે તેમના ડીએનએના જીન્સ એચએલએમાં એક મ્યૂટેશન સક્રિય છે.
જ્યારે વાઈરસ કોષ પર હુમલો કરે છે ત્યારે એચએલએ રક્ષા પદ્વતિની પાસે સંદેશ મોકલે છે. ત્યારે વાઈરસ સામે લડવા માટે એન્ટિબોડી અને ટી-સેલનું નિર્માણ થાય છે. પ્રક્રિયા શરૂ થવા પર સામાન્ય શરીરમાં લક્ષણ દેખાવા લાગે છે. બીજી તરફ, જેનામાં પહેલાથી મ્યૂટેશન હાજર છે, તો વાઈરસ તેના કોષને સંક્રમિત કરવામાં અસમર્થ રહે છે. તે વાઈરસને ખતમ કરી દેવામાં આવે છે.