સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનમાં બુધવારે વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારનું બજેટ લાઈવ બતાવાયું હતું. અર્થશાસ્ત્રના સેમેસ્ટર 2 અને 4ના વિદ્યાર્થીઓએ બુધવારે સવરે 11 વાગ્યે બજેટ શરૂ થયું ત્યારથી ક્લાસરૂમમાં પ્રોજેક્ટર લગાવી બજેટ લાઈવ નિહાળ્યું હતું અને બજેટના મુદ્દાઓ નોંધ્યા હતા.
બજેટ પૂર્ણ થયા પછી ભવનના વડા સહિતના પ્રોફેસરોએ બજેટનું વિશ્લેષણ કેવી રીતે કરી શકાય? એવા વિવિધ મુદ્દાઓ વિષે માર્ગદર્શન આપ્યું હતું અને ત્યારબાદ વિદ્યાર્થીઓ પાસેથી પણ અભિપ્રાય લખાવ્યા હતા. વિદ્યાર્થીઓએ પણ બજેટ મારી દૃષ્ટિએ વિશે પોતાના અભિપ્રાય આપ્યા હતા. અર્થશાસ્ત્ર ભવનના અધ્યક્ષ ડૉ. એન. આર. શાહ, પ્રોફેસર ડૉ. પંડ્યા અને ડૉ. પટેલે વિદ્યાર્થીઓને બજેટ વિશ્લેષણ કરતા શીખવ્યું હતું.