Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

યુરોપિયન યુનિયન (EU) સંસદે મંગળવારે યુનિવર્સલ ચાર્જર નિયમ લાગુ કરી દીધો, જેમાં મોબાઈલ ફોન, ટેબ્લેટ અને કેમેરા માટે સિંગલ ચાર્જિંગ પોર્ટની જરૂર પડશે. 2024 સુધીમાં તમામ ઇલેક્ટ્રોનિક્સ કંપનીઓએ તેમનાં ડિવાઇસમાં ટાઇપ-C ચાર્જિંગ પોર્ટલ એડ કરવું પડશે.

એક રિપોર્ટના અનુસાર, યુરોપીય લોકો માત્ર ચાર્જર ખરીદવા પર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરી રહ્યા હતા. સંસદમાં વધુપડતા સાંસદોએ આ નિર્ણયનું સમર્થન કર્યું છે. સમર્થનમાં 602 વોટના મુકાબલો, વિરોધમાં માત્ર 13 મત પડ્યા.

યુરોપિયન યુનિયને કહ્યું હતું કે આ નિર્ણયથી ગ્રાહકો ચાર્જરની ખરીદી પર દર વર્ષે 250 મિલિયન યુરો ($267 મિલિયન), એટલે કે 2,075 કરોડ રૂપિયા સુધીની બચત કરી શકશે. એક જેવા ચાર્જર મળશે તો અંદાજિત 11 હજાર ટન ઈલેક્ટ્રોનિક કચરો પણ ઘટાડી શકાય છે. એપલે આના પર કહ્યું હતું કે EUના યુનિવર્સલ ચાર્જરના નિર્ણયથી માત્ર યુરોપના લોકોને જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના ગ્રાહકોને નુકસાન થશે.

ઈ-રીડર્સ, ઈયરબડ્સ અને અન્ય ટેકનોલોજિકલ ડિવાઇસ પર પણ નવા નિયમોની અસર પડશે. એક્સપર્ટ્સનું માનવું છે કે EUના નિર્ણયથી Appleને સૌથી વધુ નુકસાન થશે, કારણ કે તેમના કોઈપણ ઉપકરણમાં ટાઇપ-C કેબલ કામ નથી કરતા.

એક્સપર્ટ્સે જણાવ્યું હતું કે એપલ લાઈટનિંગ કેબલથી ચાર્જ થતાં જૂના ડિવાઇસમાં ટાઈપ-C કનેક્ટર એડ કરવાના બદલે ટાઈપ-C કનેક્શનવાળા નવા ડિવાઇસ લોન્ચ કરી શકે છે.