તૂર્કિયેમાં રેસેપ તૈયપ એર્દોગન ફરી એકવાર રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી ગયા છે. રવિવારે યોજાયેલા રન-ઓફ રાઉન્ડમાં તેમને 52.18% વોટ મળ્યા હતા. તૂર્કિયેના ગાંધી તરીકે જાણીતા તેમના હરીફ કમલ કિલિદારોગ્લુને 47.82% મત મળ્યા હતા. નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ચૂંટણી જીતવા માટે એર્દોગને વિપક્ષી નેતા વિરુદ્ધ સમગ્ર સરકારી તંત્રનો ઉપયોગ કર્યો. સાથે તેમણે જૂની વ્યૂહરચનાને પણ દોહરાવી હતી. તેમણે વિપક્ષની નીતિઓને તૂર્કિયેની સંસ્કૃતિનો નાશ કરનાર અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરારૂપ ગણાવી હતી. વિરોધી કમલ પર આરોપ લગાવ્યો હતો કે, તેઓ પ્રતિબંધિત અલગતાવાદી સંગઠન કુર્દીસ્તાન વર્કર્સ પાર્ટી (PKK)ને સમર્થન આપે છે. એર્દોગને એક કથિત વીડિયો પણ વાયરલ કર્યો હતો.
બીજી તરફ એર્દોગનને ટેકો આપતી ખાનગી ન્યૂઝ ચેનલોએ ફક્ત એર્દોગનના પક્ષ જ સમાચાર બતાવ્યા હતા. આ દાવપેચના કારણે કિલિડારોગ્લુને મીડિયાથી દુર કરાયા હતા. અંતે, એર્દોગને લાખો શરણાર્થીઓને દેશનિકાલ કરવાનું વચન આપ્યું હતું અને પીકેકે સાથે વાટાઘાટો ન કરવાની વાત કહી હતી. જેથી કટ્ટરવાદીઓનો વિચાર બદલાઈ ગયા હતા. જે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો. રાષ્ટ્રપતિની ચૂંટણીના પ્રથમ રાઉન્ડમાં એર્દોગનને સિનાન ઓગનને પોતાના પક્ષની તરફેણમાં કર્યા હતા.
એર્દોગને શરબત અને બ્રેડ પણ વેચ્યાં, ડિગ્રી વિવાદમાં
ફેબ્રુઆરી 1954માં જન્મેલા એર્દોગનના પિતા તૂર્કી કોસ્ટ ગાર્ડમાં હતા. તેઓ ઈસ્તાંબુલમાં સ્થાયી થયા. પૈસા કમાવા માટે એર્દોગન લીંબુ પાણી અને બ્રેડ વેચતા હતા. ઈસ્તાંબુલમાંથી મેનેજમેન્ટની ડિગ્રી લેતા પહેલા તેમણે એક ઈસ્લામિક સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. તેમની ડિપ્લોમાની ડિગ્રી ઘણીવાર વિવાદોમાં રહી.