Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચરને ભગવો કલર કરીને ચોક્કસ લોકોને ખુશ રાખવાના હોસ્પિટલના સત્તાધીશોના પ્રયાસો ખુલ્લા પડી ગયા બાદ જવાબદારો સામે કાર્યવાહીને બદલે મીડિયા સમક્ષ નિવેદન આપનાર મેડિકલ ઓફિસરને તબીબી અધિક્ષકે કારણ દર્શક નોટિસ ફટકારતા હોસ્પિટલના કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયો હતો. સિવિલના સફેદ કલરના સ્ટ્રેચર પર ભગવો કલર કરવાનો હોસ્પિટલના સત્તાધીશોએ છાનેખૂણે આદેશ આપતા રાતોરાત સ્ટ્રેચરને ભગવા રંગે રંગી દેવાયા હતા. આ મામલો પ્રકાશમાં આવતા બીજા જ દિવસે એ ભગવા રંગ પર સફેદ પીછડા મારી પોતાની ભૂલ સુધારવાનો પ્રયાસ કર્યો હતો.

સ્ટ્રેચર પર ભગવો કલર કરવાનો આદેશ કોણે આપ્યો હતો? ભગવો કલર થયા બાદ ફરીથી સફેદ કલર કરવાનો ખર્ચ થયો? સરકારી તિજોરી પર થયેલા આ આર્થિક ભારણ માટે કોણ જવાબદારછે? તેની તપાસ કરવાને બદલે ભગવા રંગનો વિવાદ થયો ત્યારે મીડિયા સાથે આ મુદ્દે વાત કરવાનો આક્ષેપ મૂકી તબીબી અધિક્ષકે હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.રામાણીને નોટિસ ફટકારી છે. હોસ્પિટલના સત્તાધીશોનું ધ્યાન દોરવાને બદલે અન્ય માધ્યમો સાથે વાત કરી ગુજરાત રાજ્ય સેવા વર્તણૂક નિયમોનું ઉલ્લંઘન કર્યું છે તેવું જણાવી બે દિવસમાં ડો.રામાણીને ખુલાસો કરવા તાકીદ કરવામાં આવી છે.