ગોંડલના હડમતાળામાં વાડીમાં ખેતમજૂરી કરતી વિધવાને પેટમાં દુખાવો ઉપડ્યા બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વિધવાને બે માસનો ગર્ભ હોવાનું નિદાન થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. હડમતાળામાં કલ્પેશભાઇ રજપૂતની વાડીમાં દિયર સાથે એક વર્ષથી રહેતી વિધવા સુશીલા પીન્જુભાઇ પરમાર (ઉ.વ.19)ને શનિવારે સાંજે પોતે વાડીએ હતી ત્યારે પેટમાં દુખાવો ઉપડતાં તેને ગોંડલ બાદ રાજકોટની ઝનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. તબીબોએ નિદાન કરતાં સુશીલા પરમારના પેટમાં બે માસનો ગર્ભ હોવાનું ખુલ્યું હતું.
સુશીલાને હોસ્પિટલે લઇ આવનાર તેના દિયર ભદિયાભાઇએ તબીબો સમક્ષ કહ્યું હતું કે, સુશીલા તેના ભાભી છે અને તેના ભાઇ પીન્જુ પરમારનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. વિધવા સુશીલા સગર્ભા બની હોવાનું સ્પષ્ટ થતાં તબીબોએ આ મામલે પોલીસમાં જાણ કરી હતી.