Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શામળાજીના રાવતાવાડાની સીમમાં પરિણીતાને પ્રેમસંબંધ ચાલુ રાખવા બાબતે મોબાઈલ પર વારંવાર ધમકી આપ્યા બાદ મહિલા પૂર્વ પ્રેમીના તાબે ન થતાં પૂર્વ પ્રેમીએ અંતરિયાળ રસ્તા પરથી બાઇક પર જતાં ભિલોડાના ચુનાખણના પ્રકાશ ડામોરને ઈકોથી ટક્કર મારી તેના ઉપર રિવર્સમાં ઈકો ચઢાવી હત્યા કરતાં શામળાજી પોલીસ સ્ટેશનમાં મહિલાના પૂર્વ પ્રેમી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાયો હતો. પોલીસે હત્યામાં વપરાયેલી ઇકો અને મૃતકની બાઇક કબજે કરી હતી.

ભિલોડાના ચુનાખણમાં પ્રકાશભાઈ માવજીભાઈ ડામોર સાથે પરણાવેલી મહિલા જ્યારે ભિલોડાના રામેડામાં પોતાના પિયરમાં આવતી હતી. ત્યારે રાજસ્થાનના ડેડલીનો ઈશ્વર તરાળ તેની પાછળ આંટાફેરા કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને પાંચ માસ અગાઉ મહિલાને ભગાડી ગયો હતો. ત્રણ માસ સુધી મહિલાને પોતાની સાથે રાખ્યા બાદ પરત મૂકી ગયો હતો. ત્યારબાદ મહિલાનો પતિ પરિવાર અને પિયરિયાની સમજાવટ બાદ મહિલાએ તેની સાથે પ્રેમસંબંધ તોડી નાખ્યો હોવા છતાં તે મહિલાની આગળ પાછળ આંટાફેરા મારતો હતો અને ફોન કરીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો.

અને કહેતો કે તેની સાથે સંબંધ નહીં રાખે તો કોઈ બીજાની પણ નહીં થવા દેવાની ધમકી આપી મહિલાના પતિને ગાડીથી ઉડાવી દેવાની અને ગાડી ચઢાવી મારી નાખવાની ધમકી આપવા છતાં મહિલાએ પૂર્વ પ્રેમી સાથે ફરી પ્રેમ સંબંધ ચાલુ ન રાખતા તે બાબતની અદાવત રાખીને ગુજરાત રાજસ્થાન બોર્ડરને જોડતા ધર્મવાદી અને ડેડલી ગામ વચ્ચે રાવતાવાડાની સીમમાંથી અંતરિયાળ રસ્તા ઉપરથી રવિવાર બપોરના સમયે પોતાની બાઇક નંબર જીજે 31 બી 12 92 લઈને પસાર થઈ રહેલા પ્રકાશભાઈ માવજીભાઈ ડામોર (32) ને ઇકો નંબર gj 09 બીકે 4498 દ્વારા મહિલાના પૂર્વ પ્રેમીએ પીછો કરીને રવિવારે ત્રણ વાગ્યાના સમયે બાઇકને ઇકોથી ટક્કર મારી બાઇક પરથી પાડી તેના ઉપર રિવર્સમાં ઇકો ચઢાવી હત્યા કરાઈ હોવાનું પ્રકાશમાં આવતા શામળાજી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.