Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

USની વર્જિનિયા યુનિવર્સિટીમાં મંગળવારે સાંજે હાઇસ્કૂલના ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન ગોળીબાર થયો હતો. જેમાં 2 લોકોનાં મોત થયા હતા, જ્યારે 5 લોકો ઘાયલ થયા હતા. પોલીસે બે લોકોને કસ્ટડીમાં લીધા છે. તેમાંથી એકની ઉંમર 19 વર્ષની હોવાનું કહેવાય છે. આ ઘટના વર્જિનિયાના રિચમંડ વિસ્તારમાં આવેલા મનરો પાર્કમાં સાંજે લગભગ 5.15 વાગ્યે બની હતી.

શૂટિંગના થોડાં સમય પહેલા પાર્કમાં આવેલા અલ્ટ્રિયા થિયેટરમાં હાઇસ્કૂલની ગ્રેજ્યુએશન સેરેમની શરૂ થઇ હતી. આ પાર્ક વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીના કેમ્પસમાં છે. ગોળીબારમાં માર્યા ગયેલા લોકો સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. જેમાં 18 વર્ષીય યુવક અને 35 વર્ષીય યુવકનો સમાવેશ થાય છે.

રિચમન્ડ પબ્લિક સ્કૂલ્સના અધિકારી મેથ્યુ સ્ટેનલીએ જણાવ્યું હતું કે સાંજે વધુ બે સ્કૂલે ગ્રેજ્યુએશન સેરેમની નક્કી કરી હતી, પરંતુ તે રદ કરવામાં આવી. વાસ્તવમાં ત્રણ શાળાઓમાં મંગળવારે અલ્ટ્રિયા થિયેટરમાં ગ્રેજ્યુએશન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

વર્જિનિયા કોમનવેલ્થ યુનિવર્સિટીએ સાંજે 5:15 વાગ્યે મોનરો પાર્કમાં બનેલી ઘટનાની માહિતી આપતાં એલર્ટ મોકલ્યું હતું. લગભગ એક કલાક પછી એલર્ટ આવ્યું કે હવે કોઈ જોખમ નથી. રિચમન્ડના મેયર લેવર એમ. સ્ટોનીએ જણાવ્યું હતું કે પોલીસ મનરો પાર્કમાં પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. હાલમાં આ વિસ્તારમાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.