મનોરંજન ઈન્ડસ્ટ્રીમાં કોઈપણ બાબતે ફેરફાર થવામાં સમય લાગતો નથી. ક્યારે કઈ સીરિયલ બંધ થઈ જાય અથવા ફેરફાર થઈ જાય તે બાબતે કંઈ નિવેદન આપવું ખૂબ જ મુશ્કેલ છે. ટીવીના અનેક પોપ્યુલર સ્ટાર્સ ટૂંક સમયમાં ટીવી શો છોડી દેશે. આ લિસ્ટમાં કયા કયા એક્ટર શામેલ છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.
‘ગુમ હે કિસી કે પ્યાર મેં’ આ એક્ટર શો છોડી દેશે
કહેવામાં આવી રહ્યું છે કે, આ શોના મેકર્સ સીરિયલમાં 20 વર્ષનો લીપ લાવવાની યોજના બનાવી રહ્યા છે. હર્ષદ અરોરાની સાથે નીલ ભટ્ટ અને આયેશા સિંહે આ શો છોડી દીધો છે. અનેક કલાકારોએ આ સીરિયલને અલવિદા કહેવાનું નક્કી કર્યું છે. સ્નેહા ભાવસાર અને યશા હરસોરાએ પણ શો છોડી દેવાનું કન્ફર્મેશન આપ્યું હતું.
શગુન પાંડે અને આશી સિંહે મીત: બદલેગી દુનિયા કી રીત’ શો છોડી દીધો છે. આ એક્ટ્સે હજુ સુધી શોમાંથી બહાર નીકળવા બાબતે કન્ફર્મેશન આપ્યું નથી. રિપોર્ટ્સ અનુસાર આ બંને કલાકાર નોટિસ પીરિયડ પર છે અને જૂનના પહેલા સપ્તાહમાં છેલ્લા એપિસોડનું શુટીંગ કરી રહ્યા છે.
‘મે હું અપરાજિતા’ શોમાંથી આ એક્ટર્સની વિદાય
રિપોર્ટ્સ અનુસાર શ્વેતા તિવારી અને માન ગોહિલ પણ ‘મે હું અપરાજિતા’ શો છોડી દેશે. કહેવામાં આવી રહ્યું છે કે, ‘મે હું અપરાજિતા’ શો બંધ થઈ રહ્યા છે. માનવ જણાવે છે કે, ‘આ શો બંધ થશે તેવું સાંભળ્યું છે, પરંતુ આ બાબતે કન્ફર્મેશન નથી.’
‘યે હૈ ચાહતે’ શોમાંથી આ એક્ટર્સની વિદાય
સરગુન કૌર લૂથરા અને અબરાર કાઝી પહેલી વાર ‘યે હૈ ચાહતે’ શોમાં રુદ્રાક્ષ તથા પ્રીશા તરીકે જોવા મળ્યા હતા.
આ બંને કલાકારોએ એક્ટીંગથી દર્શકોનું દિલ જીતી લીધું છે અને ટીઆરપી ચાર્ટમાં ટોપ 5માં જગ્યા બનાવી છે. એક લીપ સાથે હવે આ શોમાં કાશવી અને અર્જુન પર ફોકસ કરવામાં આવશે. શગુન શર્મા અને પ્રવિષ્ટ મિશ્રા આ પાત્ર ભજવી રહ્યા છે.
‘વો તો હૈ અલબેલા’ ને અલવિદા કહેશે આ સ્ટાર
‘વો તો હૈ અલબેલા’ શોમાં શાહીર શેખ, હિબા નવાબ કૃષ્ણા અને સયુરી તરીકે જોવા મળશે. આ શો ટૂંક સમયમાં પૂર્ણ થશે, આ કારણોસર શાહીર અને હિબા આ શો છોડી દેશે.
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’ શો છોડી દેશે જય સોની
કહેવામાં આવી રહ્યું છે કે, જય સોની ટૂંક સમયમાં આ શો છોડી દેશે. જય સોનીએ આ દાવાને નકારી દીધો છે અને હાલમાં મહત્ત્વપૂર્ણ બાબતે ફોકસ કરી રહ્યા છે, જેમાં તેઓ મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળશે.