વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્વિતતા, યુએસની બેન્કોની નાદારી વચ્ચે યુએસ ફેડ દ્વારા રેપોરેટમાં વધારા બાદ RBI દ્વારા રેપોરેટમાં વધારો કરાશે તેવી ધારણાથી વિપરિત રેપોરેટ 6.50 પર યથાવત્ રાખવામાં આવ્યો છે ત્યારે તેનાથી સામાન્ય લોકોને મોટી રાહત મળી છે.
રેપોરેટ 6.50 ટકાના દરે યથાવત્ રાખવામાં આવ્યો
RBIએ વર્ષ 2023-24 માટે દેશના આર્થિક વૃદ્ધિદરનો અંદાજ સુધારીને 6.5% કર્યો, ફેબ્રુઆરીમાં 6.4%નો અંદાજ વ્યક્ત કર્યો હતો.
વર્ષ 2023-24માં ફુગાવો 5.2% રહેવાનો અંદાજ, જેનું અગાઉનું અનુમાન 5.3% હતું.
ફુગાવાનો પડકાર હજુ પણ યથાવત્ છે. OPEC દ્વારા ક્રૂડ ઉત્પાદન પર કાપની જાહેરાત પર ઇન્ફ્લેશન આઉટલુક નિર્ભર રહેશે.
RBIને જ્યાં સુધી તેના નિર્ધારિત લક્ષ્યાંકની આસપાસ મોંઘવારીનો દર ન જોવા મળે ત્યાં સુધી મોંઘવારી સામેની લડત યથાવત્ રહેશે.
કેટલાક વિકસિત દેશોમાં કેટલાક પડકારો બાદ વૈશ્વિક અર્થતંત્ર સામે આર્થિક સ્થિરતાને લઇને પણ કેટલાક પડકારો ઉભા થયા છે.
નિયામકે વોલેટિલિટીના સંદર્ભે નજર રાખવી પડશે અને તે મુજબ કેટલાક નિયમનકારી
પગલાં લેવા પડશે.
RBI અનેકવિધો બેન્કોમાં દાવા વગરની ડિપોઝિટ માટે લોકો સર્ચ કરી શકે તે માટે એક પોર્ટલની સ્થાપના કરશે.
વર્ષ 2022માં ભારતીય રૂપિયો સુવ્યવસ્થિત રીતે આગળ વધ્યો છે અને વર્ષ 2023માં પણ આ જ સ્થિતિ યથાવત્ રહી શકે છે. RBI રૂપિયામાં સ્થિરતા જાળવી રાખવા માટે સતર્ક છે.
CAD વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં એ રીતે મધ્યમ રહેશે, કે જેને અંકુશ હેઠળ રાખી શકાય.