Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

સોશિયલ મીડિયામાં અલગ અલગ સાઇટના નામે સાયબર ગઠિયાઓ લોકોને છેતરતા હોવાના અગાઉ અનેક કિસ્સા બન્યા છે છતાં લોભામણી લાલચમાં ફસાઇને લોકો નાણાં ગુમાવે છે. આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. ધોરણ 12ના વિદ્યાર્થી સહિતના રોકાણકારોએ આકર્ષક વળતરની લહાયમાં ઓનલાઇન રોકાણ કરી રૂ.4,05,670 ગુમાવ્યા હતા.ઓનલાઇન છેતરપિંડી અંગે જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતા અને ગાયત્રી લાઇટ ડેકોરેશન નામે પેઢી ધરાવતાં મુકેશભાઇ મોહનભાઇ વાઘેલા (ઉ.વ.45)એ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


મુકેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે, જેમાં બીજા નંબરનો પુત્ર જીવણ ઉર્ફે જયરાજ ધોરણ 12માં અભ્યાસ કરે છે. જીવણના ઇન્સ્ટાગ્રામમાં ટીટીસી નામે ઇન્વેસ્ટ કરવાની જાહેરાતની પોસ્ટ મુકાઇ હતી જેમાં રૂ.1 હજારથી રૂ.50 હજારનું રોકાણ કરી શકશો તેવું જણાવાયું હતું અને જેમાં એપ્લિકેશન દ્વારા દરરોજના 5 ટકા વ્યાજ તથા ચક્રવૃદ્ધિ વ્યાજ રોકાણકારના વોલેટમાં જમા થશે તેવી ખાતરી આપવામાં આવી હતી.

જીવણ વાઘેલા આ લોભામણી લાલચમાં ફસાયો હતો અને તેણે શરૂઅાતમાં રૂ.5 હજારનું રોકાણ કર્યું હતું, ત્યારબાદ જીવણે રૂ.1 હજાર, રૂ.9 હજાર, રૂ.4 હજાર, રૂ.5 હજાર, રૂ.8 હજાર રોકાણ પેટે ભર્યા હતા. જીવણના એપ્લિકેશન વોલેટમાં રૂ.64 હજાર દેખાતા હતા. જેથી જીવણે તે રકમ ઉપાડવાનો પ્રયાસ કરતાં તે રકમ ઉપડી શકી નહોતી અને મેસેજ આવ્યો હતો કે, તમારા વોલેટમાં જેટલી રકમ છે તેટલી રકમ જમા કરાવવી પડશે તો જ તમારા વોલેટની રકમ વિડ્રોલ કરી શકશો અને જો તેટલી રકમ જમા નહીં કરો તો તમારું ખાતું બ્લોક કરી દેવામાં આવશે જેથી જીવણે વધુ રૂ.64 હજાર જમા કરાવ્યા હતા