તહેવારો નજીક આવી રહ્યા છે અને તે સમયે જ મચ્છરજન્ય રોગની સંખ્યા વધે તેવી શક્યતા છે. જેને લઈને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને આરોગ્ય સમિતિના ચેરમેન કેતન પટેલે આરોગ્ય શાખાની બેઠક બોલાવી હતી. બેઠકમાં નિર્ણય લેવાયો છે કે મલેરિયા વિભાગે વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને વન ડે થ્રી વોર્ડ કામગીરીનો કાર્યક્રમ તૈયાર કરી મંદિરો, બાગ-બગીચા, શાળાઓ, સહિત તમામ જાહેર સ્થળોએ સઘન ઝુંબેશ હાથ ધરવાની રહેશે.
આ ઉપરાંત રોગચાળાના આંકડાઓ નિયમિતપણે મળતા રહે તેવી વ્યવસ્થા જાળવવાની રહેશે. આ તહેવારો દરમિયાન મીઠાઈનું વેચાણ થતું હોવાથી ફૂડ વિભાગને દૂધની મીઠાઈઓ અને ફરસાણના ચેકિંગ-સેમ્પલિંગની કામગીરી ઝુંબેશરૂપે ચાલુ રાખવાની રહેશે.