દરેક મહિલાને સુંદર દેખાવા માટે અને પ્રકારના નુસ્ખા અપનાવે છે. ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે મહિલાઓ અનેક રીતની મોંઘી ક્રિમો લગાવે છે, જ્યારે સુંદર દેખાવા માટે ત્વચાએ અંદરથી સ્વસ્થ્ય હોવુ ખૂબ જ જરુરી છે. ઘણા ફ્રૂટ્સ એવા છે જેના નિયમિત સેવનથી જ સ્કિન પર ગ્લો દેખાવા લાગે છે, તો ઘણા ફ્રૂટ્સને ચહેરા પર મસાજ કરવાથી કે પેસ્ટ બનાવીને લગાવવાથી ટેનિંગ દૂર થાય છે. તો આવો જાણીએ તે ક્યા ફળો છે જે સ્કિનને ગ્લો આપવામાં મદદ કરે છે.
ફળ ફક્ત તમારા શરીરને પોષણ આપે છે તે સાથે ચહેરાને પણ સુંદર બનાવે છે.
1. નારંગીઃ નારંગીમાં વિટામીન સી ઉચ્ચ સ્ત્રોત હોય છે, જે તમારી સ્કિનને ગ્લોઇંગ બનાવી શકે છે. તે સોજાને ઘટાડે છે અને કોલેજનના ઉત્પાદનને વધારે છે.
2. પપૈયુઃ પપૈયામાં વિટામીન એ, બી અને સી હોય છે. એન્ટી એજિંગ હોવાની સાથે આ જીવાણુરોધી અને એન્ટીફંગલ ગુણોથી ભરપુર હોય છે.
3. લીંબુઃ શરીરની સાથે ત્વચાને હેલ્દી રાખવા માટે તમને તમારા રોજની ડાયેટમાં લીંબુનો ઉપયોગ કરવો જરુરી છે. લીંબુમાં વિટામીન એ, બી અને સી ભરપુર માત્રામાં હોય છે. આ ચહેરા પર ચમક વધારે છે અને ત્વચામાં નરમાશ લાવે છે.
4. સફરજનઃ સફરજન પોષક તત્વોનો ખજાનો છે, જે શરીરની સાથે તમારી ત્વચાના અઢળક ફાયદા પહોંચાડે છે. તેમાં વિટામીન એ,બી કોમ્પ્લેક્સ અને સી હોય છે. નિયમિત રુપથી સફરજન ખાવાથી તમારી સ્કિનને હાઇડ્રેશન મળે છે અને ચમકદાર બનાવે છે.
5. કેળાઃ કેળા વિટામીન એ,બી અને ઇથી ભરપુર હોય છે, તેથી આ એન્ટી-એજિંગ એજન્ટના રુપમાં કામ કરે છે અને સ્કિન પર ગ્લો લાવે છે.