Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ચાર પવિત્ર સ્થાનોમાંથી એક પુરીમાં જગન્નાથ ભગવાન કૃષ્ણના રૂપમાં બિરાજમાન છે. અહીં અષાઢ મહિનામાં બીજના દિવસે તેમની રથયાત્રા કાઢવામાં આવે છે. કેટલાક તથ્યો અનુસાર રથયાત્રા 500 વર્ષ પહેલા શરૂ કરવામાં આવી હતી એવી માન્યતા છે. પરંતુ જગન્નાથ રથયાત્રા 12મી સદીથી શરૂ થાય છે. તેનું વિગતવાર વર્ણન હિન્દુ પવિત્ર ગ્રંથો જેમ કે પદ્મ પુરાણ, બ્રહ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં મળી શકે છે. આ વર્ષે આ યાત્રા 20 જૂન, મંગળવારે છે. પુરાણો જણાવ્યા પ્રમાણે ભગવાન જગન્નાથની બહેને એકવાર નગરર જોવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જે પછી જગન્નાથજી અને બલભદ્ર તેમની બહેન સુભદ્રાને રથ પર બેસાડીને શહેરની મુલાકાતે ગયા. ત્યારબાદ તેઓ ગુંડીચામાં તેની માસીના ઘરે(ગુડીચા મંદિરે) જઈ સાત દિવસ રોકાયા હતા. ત્યારથી આ રથયાત્રા કાઢવાની પરંપરા ચાલી રહી છે.

જ્યારે રાજા ઈન્દ્રદ્યુમે જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ બનાવી ત્યારે, રાણી ગુંડિચાએ મૂર્તિઓ બનાવતી વખતે શિલ્પકાર વિશ્વકર્મા અને તૈયાર થઈ રહેલી મૂર્તિઓને જોઈ લીધી. જેના કારણે મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારે આકાશવાણી થઈ કે ભગવાન આ સ્વરૂપમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારબાદ રાજાએ આ 'અધૂરી મૂર્તિઓ'ને મંદિરમાં સ્થાપિત કરી. એ સમયે પણ આકશવાણી થઈ કે, ભગવાન જગન્નાથ વર્ષમાં એકવાર તેમના જન્મસ્થળ મથુરામાં ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડમાં જણાવ્યા પ્રમાણે રાજા ઇન્દ્રદ્યુમે અષાઢ સુદ બીજના દિવસે ભગવાનને તેમના જન્મસ્થળની મુલાકાત લેવાની વ્યવસ્થા કરી હતી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના રૂપમાં ચાલી રહી છે.

લીમડાના પવિત્ર અખંડ લાકડામાંથી રથ બનાવવામાં આવે છે, જેને 'દારુ' કહેવામાં આવે છે. રથના નિર્માણમાં કોઈપણ પ્રકારના ખીલા, કાંટા અને ધાતુનો ઉપયોગ કરવામાં આવતો નથી. વસંત પંચમીના દિવસે રથના નિર્માણ માટે લાકડાની પસંદગી કરવામાં આવે છે અને અક્ષયતૃતીયાના દિવસે નિર્માણ કાર્ય શરૂ થાય છે.

જ્યારે ત્રણેય રથ તૈયાર થઈ જાય છે, ત્યારે 'છર પેહનારા' નામની ધાર્મિક વિધિ કરવામાં આવે છે. આ અંતર્ગત, પુરીના ગજપતિ રાજા અહીં પાલખીમાં આવે છે અને આ ત્રણેય રથની વિધિવત પૂજા કરે છે અને 'સોનેરી સાવરણીથી રથના મંડપ અને રસ્તાને સાફ કરે છે.