આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાન પાસે સરકારી કામકાજ માટે પણ પૈસા બચ્યા નથી. જેના કારણે સરકારે સરકારી ખર્ચ પર નિયંત્રણ રાખવાનો નિર્ણય કર્યો છે.
પાકિસ્તાનની કેબિનેટે 6 મંત્રાલયોના 80થી વધુ વિભાગોને મર્જ કરવાનો અને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. વિભાગોની સંખ્યા 82થી ઘટાડીને 40 કરવામાં આવશે.
આ સિવાય સરકારે બિનજરૂરી ખર્ચ પર પણ પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો છે. આમાં સરકારી કચેરીઓની અંદર સ્વચ્છતા સંબંધિત કામ પણ સામેલ છે.