સોનું 30 જાન્યુઆરીએ ઓલ ટાઈમ હાઈ પહોંચ્યું છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 81,006 રૂપિયા થઈ છે. બુધવારે તેની કિંમત 80,975 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી.
તેમજ, ચાંદીના ભાવમાં પણ આજે વધારો થયો છે. તે 920 રૂપિયા વધીને 91,600 રૂપિયા પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીની કિંમત 90,680 રૂપિયા પ્રતિ કિલો હતી. 23 ઓક્ટોબર, 2024ના રોજ ચાંદી ઓલ ટાઈમ હાઈ પર હતી. ત્યારેતે 99,151 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી હતી.
31 ડિસેમ્બરે 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 76,162 રૂપિયા હતી. છેલ્લા 30 દિવસમાં તેમાં 4,844 રૂપિયાનો વધારો થયો છે. તેમજ, 31 ડિસેમ્બરે, 1 કિલો ચાંદીની કિંમત 86,017 રૂપિયા હતી. આ દરમિયાન તેમાં પણ રૂ. 5,583નો વધારો થયો છે.