Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 જૂનથી ત્રણ દિવસ અમેરિકાના પ્રવાસે જવાના છે. આ ત્રણ દિવસ દરમિયાન PM શું કરશે તેનું શિડ્યુઅલ ઓલમોસ્ટ જાહેર થઈ ચૂક્યું છે. અમેરિકામાં ત્રણ દિવસનો પ્રવાસ કરીને એક દિવસ માટે ઈજિપ્તના મિસ્ર જશે. અમેરિકા અને ઈજિપ્તમાં મોદીની ડિપ્લોમસી શું રહેશે, તેના પર આખા વિશ્વની નજર છે. સાથે અમેરિકન ભારતીય મોદીની એક ઝલક જોવા આતૂર છે.
વડાપ્રધાન મોદીનું અમેરિકાનું ત્રણ દિવસનું શિડ્યુલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતીય સમય મુજબ દિલ્હીથી 20 જૂને સાંજે અમેરિકાના ન્યૂયોર્ક જવા રવાના થશે. 21 જૂને સવારે ન્યૂયોર્કના એન્ડ્ર્યુ એરબેઝ પર ભારતીય વાયુસેનાના વિમાનમાં લેન્ડ કરશે. ત્યાં અમેરિકામાં વસતા મૂળ ભારતીય અને ભાજપના સમર્થકો દ્વારા ફ્રિડમ પ્લાઝામાં વિશેષ સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 160 કલાકારો દ્વારા કાશ્મીરથી કન્યાકુમારી સુધીની વેશભૂષામાં નૃત્ય સાથે સ્વાગત થશે. ન્યૂયોર્કમાં જ UN કોમ્પલેક્સના નોર્થ લોનમાં ભારતીયો અને અમેરિકન નાગરિકો વચ્ચે ઈન્ટરનેશનલ યોગા ડેની ઉજવણી કરશે. મોદીની સાથે અમેરિકન ભારતીયો યોગ કરશે. સાંજે અમેરિકાના પ્લેનમાં ન્યૂયોર્કથી વોશિંગ્ટન જવા રવાના થશે.