સોના-ચાંદીના ભાવમાં 3જી જૂને મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનું 10 ગ્રામ રૂપિયા 951 ઘટીને 71,405 રૂપિયા થઈ ગયું છે.
ચાંદીની વાત કરીએ તો આજે એક કિલો ચાંદી 3,499 રૂપિયા સસ્તી થઈ છે અને 88,950 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. અગાઉ 2 જૂને ચાંદીનો ભાવ 92,449 રૂપિયા પ્રતિ કિલો હતો.