ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરને કેનેડામાં ઠાર કરવામાં આવ્યો છે. નિજ્જર આતંકવાદી સંગઠન ખાલિસ્તાન ટાઈગર ફોર્સ (KTF)નો ચીફ હતો. કેનેડામાં રહીને તે લાંબા સમયથી પંજાબમાં ખાલિસ્તાની ચળવળને વેગ આપી રહ્યો હતો.
પ્રારંભિક માહિતી અનુસાર, કેનેડામાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા પાસે નિજ્જરને બે અજાણ્યા બંદૂકધારીઓએ ગોળી મારી દીધી હતી. નિજ્જર આ ગુરુદ્વારાના વડા પણ હતા. તે આતંકવાદી સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુની પણ નજીક હતો.
ગત રાત્રે આતંકવાદી નિજ્જર ગુરુદ્વારાની બહાર પાર્કિંગમાં પોતાની કારમાં હતો. આ દરમિયાન બે યુવકો મોટરસાઇકલ પર આવ્યા અને ફાયરિંગ શરૂ કર્યું. નિજ્જરને કારમાંથી બહાર નીકળવાનો સમય ન મળ્યો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડા પોલીસે આ કેસમાં 2 પંજાબી અને એક ચીની યુવકની ધરપકડ કરી છે. જોકે આ વાતની ઔપચારિક પુષ્ટિ થઈ નથી.